Not Set/ કોલકત્તામાં આવેલ શ્રી ભૂમિ સ્પોર્ટીંગ ક્લબનાં દુર્ગા પૂજા પંડાલની થીમ છે ‘પદ્માવત’ મુવી

પશ્ચિમ બંગાળનાં કોલકત્તામાં આવેલ શ્રી ભૂમિ સ્પોર્ટીંગ ક્લબનાં દુર્ગા પૂજા પંડાલની થીમ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની થીમ રાખી છે. શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. શુક્રવારે મુખ્યમંત્રી ઉત્તર બંગાળથી પરત થતા સમયે એરપોર્ટથી સીધા પૂજા મંડપ પહોંચી ગયા હતા. 46મું દુર્ગા પૂજાનું જશ્ન મનાવી રહ્યાં શ્રી ભૂમિ સ્પોર્ટીંગ ક્લબે […]

Top Stories India Navratri 2022
durga pandal 2018 કોલકત્તામાં આવેલ શ્રી ભૂમિ સ્પોર્ટીંગ ક્લબનાં દુર્ગા પૂજા પંડાલની થીમ છે ‘પદ્માવત’ મુવી

પશ્ચિમ બંગાળનાં કોલકત્તામાં આવેલ શ્રી ભૂમિ સ્પોર્ટીંગ ક્લબનાં દુર્ગા પૂજા પંડાલની થીમ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની થીમ રાખી છે. શુક્રવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ દુર્ગા પૂજા પંડાલનું ઉદ્ઘાટન કર્યું હતું. શુક્રવારે મુખ્યમંત્રી ઉત્તર બંગાળથી પરત થતા સમયે એરપોર્ટથી સીધા પૂજા મંડપ પહોંચી ગયા હતા.

46મું દુર્ગા પૂજાનું જશ્ન મનાવી રહ્યાં શ્રી ભૂમિ સ્પોર્ટીંગ ક્લબે પોતાના પંડાલને આખો પદ્માવત મુવીનો લુક આપ્યો છે. ચિતોડગઢ કિલો આખો બનાવવામાં આવ્યો છે અને પદ્માવત મૂવીની આબેહુબ ફિલ આપી છે. પૂજા આયોજકોએ જણાવ્યું છે કે એમનાં ચાર દિવસીય આયોજનની થીમ પદ્માવત આધારિત છે. દુર્ગા પૂજા 15 ઓક્ટોબરે શરુ થશે અને 19 ઓક્ટોબરે વિજયાદશમીનાં દિવસે સમાપ્ત થશે.

ઓર્ગેનાઇઝરે જણાવ્યું કે, ‘અમે આ થીમ એટલે પસંદ કરી કારણકે અમને આ મુવી ખુબ ગમી હતી. માં દુર્ગાની મૂર્તિને સોનાનાં ઘરેણાથી સજાવ્યા છે.’ થીમ તરીકે મુવી પદ્માવત અને પંડાલ છે ચિતોડગઢ કિલો.

durga pandal 2017 કોલકત્તામાં આવેલ શ્રી ભૂમિ સ્પોર્ટીંગ ક્લબનાં દુર્ગા પૂજા પંડાલની થીમ છે ‘પદ્માવત’ મુવી
bahubali theme durga puja pandal – 2017

વર્ષ 2017માં દુર્ગા પૂજા પંડાલની થીમ બાહુબલી મૂવીની થીમ હતી જે 10 કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવામાં આવી હતી.