Entertainment News/ માત્ર દોઢ વર્ષની ઉંમરે કેમેરો ફેસ કરનાર સારા અર્જુન…સાઉથમાં કમાલ…હવે બોલીવુડમાં રણવીર સિંહ સાથે ધમાલ..!

સારા અર્જુન…100થી વધુ એડવર્ટાઇઝ કરનાર સાઉથનો આ જાણીતો ચહેરો હવે બોલીવુડ માં રણવીર સિંહ સાથે જોડી જમાવીને હાલ બોક્સ ઓફિસ પર ધમાલ…

Trending Entertainment
રણવીર સિંહ, સારા અર્જુન, બોલીવુડ

Entertainment News: સારા અર્જુન…સાઉથનો આ જાણીતો ચહેરો હવે બોલીવુડ સ્ટાર રણવીર સિંહ સાથે જોડી જમાવીને હાલ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે! આ ફિલ્મ  ‘ધુરંધર’ રિલીઝ થયા બાદ સતત કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. આ મૂવીમાં રણવીર સિંહ (Ranveer Singh)ની સાથોસાથ સંજય દત્ત, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને એક્ટ્રેસ સારા અર્જુન ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ દ્વારા એણે બોલીવુડ (Bollywood)ની હિન્દી ફિલ્મોમાં પ્રથમ પગરણ માંડ્યા છે! આ મૂવીથી ડેબ્યૂ કરતા પહેલા આ એક્ટ્રેસ કમ મોડલ સાઉથની ઘણી સુપરહીટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તો ચાલો આ નવા ચહેરાની થોડી ઓળખાણ મેળવીશું…

રણવીર સિંહ, સારા અર્જુન, બોલીવુડ

રણવીર સિંહ સાથે સારા અર્જુન નો બોલીવુડ ડેબ્યૂ

સારા અર્જુન (Sara Arjun) અને રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar Film) રિલીઝ થયા બાદ આ વર્ષની કેટલીય ફિલ્મોની બોક્સ ઓફિસ કમાણીના રેકોર્ડ્સ તોડવા જઇ રહી છે એવું એનું થિયેટરના પડદે પ્રદર્શન જોઈને અને દર્શકોનો બહોળો પ્રતિસાદ જોઇને પ્રતીત થાય છે. આ મૂવી બોક્સ ઓફિસ (Box Office) પર ધમાલ મચાવી રહી છે અને ખાસ વાત એ છે કે સારા અને રણવીરની સાથે એકથી એક ધુરંધર કલાકારોએ પણ એમાં કામ કર્યું છે. એના ડિરેક્ટર છે આદિત્ય ધર (Aditya Dhar)… અને આ મલ્ટીસ્ટારર મૂવીમાં નવા ફ્રેશ ચહેરાને જોઇને દર્શકો ખુશ થઇ ગયા હોય એવો બોક્સ ઓફિસ રિસ્પોન્સ જોઇને લાગી રહ્યું છે.

રણવીર સિંહ, સારા અર્જુન, બોલીવુડ

100 થી વધુ એડવર્ટાઇઝનો ચહેરો સારા અર્જુન

એક્ટ્રેસ સારા અર્જુને કેવળ 18 મહિનાની ઉંમરે કેમેરો ફેસ કર્યો હતો અને ત્યારથી માંડીને એણે પાછું વળીને જોયું જ નથી! લગભગ 100 જેટલી એડવર્ટાઇઝ (100 Advertisements) માં એ મુખ્ય ચહેરો બની ચૂકી છે અને સાઉથના સિનેમા (South Cinema)માં પણ ઘણું નામ કમાઇ ચૂકી છે!

20 વર્ષની વય ધરાવતી સારાના પિતાનું નામ રાજ અર્જુન (Raj Arjun) છે, જે હિન્દી, મલયાલમ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે. રાજ અર્જુન એ અભિનેતા છે જેમણે આમિર ખાન (Amir Khan)ની હીટ ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ (Secret Superstar)માં ફારુખ મલિકની ભૂમિકા અદા કરી હતી. સારાની માતા સાન્યા અર્જુન એક કથ્થક ડાન્સર છે જેથી કળા જગતમાં સક્રિય માતા-પિતાની આ પુત્રીને અભિનય અને કળાનો વારસો મળેલો હોવાથી એ આ ફિલ્ડને સારી રીતે સમજે છે!

રણવીર સિંહ, સારા અર્જુન, બોલીવુડ

સારાની ફિલ્મી કેરિયર

આ માસૂમ ચહેરો ધરાવતી અભિનેત્રીએ કેવળ 6 વર્ષની વયે તમિલ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કરી દીધું હતુ અને એમની પ્રથમ ફિલ્મ તમિલ સુપરસ્ટાર વિક્રમ (Vikram) સાથે ‘દેવા થિરુમગલ’ હતી. આ મૂવી બાદ, સારાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ હતુ જેમાં સામેલ છે ઇમરાન હાશમીની ફિલ્મ ‘એક થી દાયન’, ‘પીએસ-1’, ‘ટૂલસાઇડ્સ જૂનિયર’ અને ‘સાંડ કી આંખ’…

હાલમાં એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ વાર જ લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી રહી છે અને પોતાનાથી 20 વર્ષ મોટા એક્ટર રણવીર સિંહ સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ સંતાન પહેલા અલગ થશે ?

આ પણ વાંચો: હવે રણવીર સિંહ નહીં બને શક્તિમાન, અભિનેતા પર ગુસ્સે થયા મુકેશ ખન્ના, કહ્યું- શક્તિમાનના સન્માન સાથે ખેલ નહીં થવા દઈશ

આ પણ વાંચો: રણવીર સિંહની ‘ધુરંધર’ ફિલ્મના સેટ પર ફૂડ પોઈઝનિંગ, 100થી વધુ લોકો હોસ્પિટલમાં ભરતી કરાયા