નવી દિલ્હી,
રાજધાની દિલ્હી સ્થિત આર્મી કેન્ટના બરાડ સ્કેવર વિસ્તારમાં શનિવારે થયેલી મેજરની પત્નીની હત્યાના મામલે એક મોટો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા ૨૪ કલાકમાં જ આ હત્યાના કેસનો ભેદ ઉકેલ્યો છે અને આરોપી સેનાના અધિકારી નિખિલ હાંડાની ધરપકડ કરીને આ મામલે પર્દાફાશ કરાયો છે.
પોલીસે મેજરની પત્નીના હત્યાના આરોપી નિખિલ હાંડાની ઉત્તરપ્રદેશના મેરઠ જીલ્લાના દૌરાલાથી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન મૃતક પત્નીના કોલ ડિટેલ્સના આધારે અંતિમ કોલમાં નિખિલ હાંડાની માહિતી મળી હતી. આ પુરાવાઓના આધારે જ પોલીસે આરોપી સેનાના અધિકારીની ધરપકડ કરી છે.
Indian Army Major Nikhil Handa arrested in Meerut's Daurala; He is accused of murdering wife of another Indian Army major, who was found dead with her throat slit in Delhi's Brar Square yesterday: Sources
— ANI (@ANI) June 24, 2018
પોલીસ દ્વારા કરવામાં તપાસમાં મેજરની પત્નીના બીજા મેજર સાથે પ્રેમ પ્રસંગ હોવાની વાત સામે આવી છે. આ પહેલા પોલીસની પૂછતાછમાં મેજર અમિત ત્રિવેદીએ પોતાની પત્નીના અન્ય એક મેજર સાથે પ્રેમ સંબંધ હોવા અંગે આંશકા વ્યક્ત કરી હતી. મેજર અમિત ત્રિવેદીની પત્નીની ઓળખ શૈલજા ત્રિવેદીના સ્વરૂપમાં થઇ છે અને તેઓની ઉંમર ૩૨ વર્ષ છે.
રવિવારે સવારે પોલીસ દ્વારા કરાયેલી તપાસમાં અમિતે જણાવ્યું, “દિલ્હી આવતા પહેલા દીમાપુરમાં તેઓની પોસ્ટિંગ હતી, અહિયા જ તેઓની પત્નીની નિકટતા અન્ય એક મેજર સાથે વધી ગઈ હતી અને ત્યારબાદ ત્યાંથી દિલ્હી આવ્યા બાદ પત્નીની વાતચીત તે મેજર સાથે થતી હતી”.
શનિવારે ગળું દબાવીને કરાઈ હતી હત્યા
મહત્વનું છે કે, શનિવારે પશ્ચિમી દિલ્હીના કેંટ વિસ્તારમાં શનિવારે ૧ વાગ્યા અને ૨૮ મિનિટેમેજર અમિત ત્રિવેદીની પત્ની શૈલજા ત્રિવેદીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. મૃતક મેજરની પત્નીન ક્પડા પણ ખરાબ રીતે ફાટેલા હતા.
જો કે ત્યારબાદ આ કેસ અંગે કરાયેલી તપાસમાં સામે આવ્યું કે, પન્તીની હત્યા પછી તેઓના મૃતદેહ પર ગાડી પણ ચઢાવવામાં આવી હતી.
