National News/ ભારતના હજારો વર્ષના ઇતિહાસની એક જ છત નીચે ઝલક: દિલ્હીમાં બનશે ‘યુગે યુગીન ભારત’ મ્યુઝિયમ

યુગે યુગીન ભારત મ્યુઝિયમ (Yuge Yugeen Bharat Museum) માટે કેબિનેટે રૂ.3,230 કરોડ મંજૂર કર્યા. દિલ્હીના નોર્થ અને સાઉથ બ્લોકમાં એક લાખ ચોરસ મીટરથી વધુનો પ્રદર્શન વિસ્તાર બનશે.

Top Stories India Breaking News
Yuge Yugeen Bharat Museum: દિલ્હીમાં બનશે વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ, ₹3,230 કરોડની મંજૂરી

New Delhi News: નવી દિલ્હીમાં ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે વિશ્વનું સૌથી મોટું (World Largest Museum) મ્યુઝિયમ (Yuge Yugeen Bharat Museum) બનાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ‘યુગ યુગેન ભારત’ નેશનલ મ્યુઝિયમના નિર્માણને મંજૂરી આપી છે. આ મ્યુઝિયમ ખાલી કરાયેલા નોર્થ અને સાઉથ બ્લોકમાં 1,78,509 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવશે. પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ.3,230 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. તેને 2030-31 સુધીમાં તબક્કાવાર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Yuge Yugeen Bharat Museum: લૂવર મ્યુઝિયમ કરતાં પણ મોટો હશે પ્રદર્શન વિસ્તાર

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ હશે. તેમાં 1 લાખ ચોરસ મીટરથી વધુનો પ્રદર્શન વિસ્તાર હશે. સરખામણી કરીએ તો ફ્રાન્સના લૂવર મ્યુઝિયમનો (Louvre Museum) પ્રદર્શન વિસ્તાર આશરે 73,000 ચોરસ મીટર, બ્રિટિશ મ્યુઝિયમનો 70,000 ચોરસ મીટર અને રશિયાના હર્મિટેજ મ્યુઝિયમનો 66,800 ચોરસ મીટર છે.

મ્યુઝિયમમાં ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને વિવિધ ગેલેરીઓ તથા આધુનિક પ્રદર્શન પદ્ધતિઓ દ્વારા રજૂ કરવામાં (India Cultural Heritage) આવશે. તેની રચના એવી રીતે કરવામાં આવશે કે નોર્થ અને સાઉથ બ્લોકની ઐતિહાસિક ઇમારતોનું સ્થાપત્ય અને વારસો પણ જળવાઈ રહે.

રોજના 30 હજાર મુલાકાતીઓ માટે વ્યવસ્થા

આ મ્યુઝિયમમાં દરરોજ અંદાજે 30,000 મુલાકાતીઓને સમાવી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. તેની નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની યોજના છે. મ્યુઝિયમમાં પ્રવેશ માટે રકાબગંજ ગુરુદ્વારા અને કર્તવ્ય પથ તરફથી વ્યવસ્થા કરવામાં આવશે.

અહીં ભારતના સાંસ્કૃતિક વારસાને રજૂ કરવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મ્યુઝિયમમાં મુલાકાતીઓ ઉપરાંત વિદ્યાર્થીઓ, સંશોધકો અને દેશ-વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષવાનો હેતુ છે.

2027માં પ્રથમ ગેલેરી ખુલવાની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 મે, 2023ના રોજ આ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સંસ્કૃતિ મંત્રાલયે પ્રોજેક્ટની યોજના તૈયાર કરી હતી. આ પ્રોજેક્ટ નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 દરમિયાન તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.

યોજનાના પ્રથમ તબક્કા હેઠળ નોર્થ બ્લોકમાં પ્રથમ ગેલેરી 2027માં જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ ગેલેરીની થીમ સુશોભન કલા સાથે સંબંધિત હશે.

ટિકિટ અને અન્ય સેવાઓથી આવક ઊભી કરાશે

સરકારી નિવેદન અનુસાર, મ્યુઝિયમને એક રાષ્ટ્રીય જાહેર સાંસ્કૃતિક સંસ્થા તરીકે વિકસાવવામાં આવશે. ટિકિટ વેચાણ ઉપરાંત ફૂડ કોર્ટ, કાર્યક્રમોનું આયોજન, ભાડું, માર્ગદર્શિત પ્રવાસ અને મુલાકાતીઓને અપાતી અન્ય સેવાઓ દ્વારા આવક ઊભી કરવાની યોજના છે.

હાલમાં મ્યુઝિયમની ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા નથી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને એક જ સ્થળે રજૂ કરવાનો છે, જેથી સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને વિદેશી પ્રવાસીઓ તેનો લાભ લઈ શકે.


આ પણ વાંચો: લદ્દાખ ચૂંટણી વિવાદ: મધરાતે સોનમ વાંગચુકને પોલીસે હટાવ્યા

આ પણ વાંચો: 13 નવેમ્બરે ક્યાં પડશે વરસાદ? જાણો જમ્મુ-કાશ્મીરથી દક્ષિણ ભારત સુધીનું હવામાન

આ પણ વાંચો: મુંબઈમાં છઠ પૂજા પર રાજકારણ ગરમાયું: ભોજપુરી ગીતો વગાડવા સામે UBT શિવસેનાનો વિરોધ