યુદ્ધમાં ટેન્ક ને તોડી પાડવા માટે DRDO ધ્વારા વિકસિત મેન પોર્ટેબલ એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઈલનું ભારતે રાજસ્થાનના પોખરણ રેંજમાં બુધવાર રાત્રે સફળ પરીક્ષણ કર્યું હતુ. આનાથી ભારતીય સૈન્યની ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થશે.
Pictures of the successful trial of the Man Portable Anti Tank Guided Missile (MP-ATGM) being developed for infantry troops of the Army. The DRDO carried out the trial of the missile with 2-3 km strike range last night in Rajasthan desert. pic.twitter.com/wAAeWNg9Cx
— Mantavya News (@Mantavyanews) March 14, 2019
આનાથી યુદ્ધ સમયે દુશ્મનોની ટેંકને યુદ્ધના મેદાનમાં સહેલાઇથી નષ્ટ કરી શકાય છે. ભારતીય સેના આવી મિસાઇલની માંગ કેટલાય સમયથી કરી રહી હતી. DRDO એ રાજસ્થાનમાં કાલે રાત્રે ૨-૩ કિમીની મારક ક્ષમતા સાથે આ મિસાઇલનું પરીક્ષણ કર્યું.
શું હોય છે ATGM ?
એન્ટી ટેંક ગાઈડેડ મિસાઇલ ને ATGM નામે ઓળખવામાં આવે છે. જે આર્મડ ટેંક ને તોડી પાડવામાં સક્ષમ હોય છે. આ મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે. પહેલી મેન પોર્ટેબલ એટલે કે આને ખભા પર મૂકી સહેલાઇથી લઇ જઈ શકાય છે. બીજી ટેંકમાં માઉંટ મિસાઈલ અને ત્રીજી હેલીકોપ્ટર અથવા ફાઇટર પ્લેનમાં માઉંટ મિસાઈલ.
કેવી રીતે કામ કરે છે ગાઈડેડ મિસાઇલ
ATGM મિસાઇલ અન્ય ગાઈડેડ મિસાઇલના પેટર્ન પર કામ કરે છે. આ માટે, ચોક્કસ ટાર્ગેટની સાચી કોર્ડિનેટ મિસાઇલમાં પહેલા ફીટ કરવામાં આવે છે. પછી તેને ફાયર કરવામાં આવે છે. આમાં, લક્ષ્ય વેધનની ચોકસાઈ ખૂબ ઊંચી છે.
ભારત ફ્રાંસથી 5000 એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઇલ્સ ખરીદશે
ભારત તેની પોતાની મિસાઈલના વિકાસ સુધી ફ્રાંસથી 5000 એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઇલ્સ ખરીદી રહ્યું છે. આના માટે, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમનની અધ્યક્ષતા હેઠળ સંરક્ષણ ખરીદી સમિતિની બેઠકમાં મંજૂરી પણ આપવામાં આવી છે. મિલાન એન્ટી-ટેંક ગાઈડેડ મિસાઇલ સાથે ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો થશે.
સ્પાઇક સોદો રદ થયા પછી ફ્રાન્સની મિલાન આવી પસંદ
ઇઝરાઇલની એટીજીએમ મિસાઈલ સ્પાઇક નો સોદો રદ કર્યા પછી, ભારતે ફ્રાન્સના મિલાનને ખરીદ્યું. આ ઉપરાંત, ભારત તેની પોતાની મિસાઇલ વિકસાવવા માટે પણ લાગેલ છે. જેનું બુધવારે રાજસ્થાનમાં નવીનતમ પરીક્ષા કરવામાં આવ્યુ છે
