Not Set/ મુન્દ્રા સહિતના બંદરે માછીમારો મત્સ્યઉદ્યોગ કરી પેટિયું રળે છે, સરકાર માછીમારોને મદદ કરે તેવી માંગ

ક્ચ્છ, ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ માટે ક્ચ્છ જિલ્લો જાણીતો છે અહીં જખૌ, મુન્દ્રા સહિતના બંદરે માછીમારો મત્સ્યઉદ્યોગ કરી પેટિયું રળે છે. મુન્દ્રાના ભદ્રેશવર વિસ્તારોમાં પહેલા વિપુલ પ્રમાણમાં માછલીઓનું ઉત્પાદન થતું હતું. પહેલાની સરખામણીમાં હાલમાં ઉત્પાદન 10 ગણું ઘટી ગયુ છે. રોજની માંડ 100 થી 150 કિલો જેટલી માછલીઓ મળે છે. આટલા નજીવા ઉત્પાદનમાં બાળકોના પેટના ખાડા કેમ […]

Top Stories Gujarat Others Videos

ક્ચ્છ,

ગુજરાતમાં મત્સ્યઉદ્યોગ માટે ક્ચ્છ જિલ્લો જાણીતો છે અહીં જખૌ, મુન્દ્રા સહિતના બંદરે માછીમારો મત્સ્યઉદ્યોગ કરી પેટિયું રળે છે. મુન્દ્રાના ભદ્રેશવર વિસ્તારોમાં પહેલા વિપુલ પ્રમાણમાં માછલીઓનું ઉત્પાદન થતું હતું. પહેલાની સરખામણીમાં હાલમાં ઉત્પાદન 10 ગણું ઘટી ગયુ છે. રોજની માંડ 100 થી 150 કિલો જેટલી માછલીઓ મળે છે.

આટલા નજીવા ઉત્પાદનમાં બાળકોના પેટના ખાડા કેમ પુરવા તેનો પ્રશ્ન માછીમારોને સતાવી રહ્યો છે.દરિયામાં વ્યાપક પ્રદુષણને કારણે માછલીઓનો જથ્થો જ ઓછો થઈ ગયો છે.

પ્રદુષણને કારણે લાખોની સંખ્યામાં માછલીઓ તો મોત ને ભેટી ચુકી છે.સાથોસાથ દરિયાઈ જીવસૃષ્ટિને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું છે. સરકાર માછીમારોને મદદ કરે તેવી માંગ ઉઠવા પામી છે.