Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટનો ઐતહાસિક ચુકાદો, GRTના ચેરમેનની હકાલપટ્ટી

ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (જીઆરટી)ના ચેરમેનની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. આમ ચાલુ સુનાવણીએ ડી.આર. પટેલને હોદ્દા પરથી ઉતારી દેવાયા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ (જીઆરટી)ના ચેરમેનની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. આમ ચાલુ સુનાવણીએ ડી.આર. પટેલને હોદ્દા પરથી ઉતારી દેવાયા છે. હાઇકોર્ટના આકરા વલણને લઈને લોઅર જ્યુડિસિયરીમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.  ટ્રિબ્યુનલના વડા તરીકે વિરોધાભાસી અને વિવાદિત હુકમો કરવાના પ્રકરણમાં ચેરમેન પટેલ વિરુદ્ધ હાઇકોર્ટે આકરાં પગલાં લીધાછે.  ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલના ચેરમન ડી.આર.પટેલ ને તાત્કાલિક કાર્યવિમુખ નો આદેશ કરવામાં આવ્યો છે.ડી. આર.પટેલની શંકાસ્પદ કામગીરી બદલ રાજ્ય સરકારે આ આદેશ આપ્યો છે.

આ સાથે ન્યાયિક, વહીવટી કામ પણ તત્કાલ અસરથી ખેંચવા નિર્દેશ કર્યો હતો. ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલની (GRT) કામગીરીને લઈને ગુજરાત હાઇકોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટનાં નિર્દેશ મુજબ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને કાર્ય વિમુખ કરવામાં આવે. સાથે જ રાજ્ય મહેસૂલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ કોર્ટે GRT નાં ચેરમેનને કામગીરીથી અળગા રાખવા સરકારને નિર્દેશ કર્યો છે. GRT નાં ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચવા સરકારને નિર્દેશ કર્યા છે.

આ મામલે કોર્ટે સરકારને જવાબદાર ચેરમેન સામે જરૂરી કાર્યવાહી કરવા નિર્ણય લેવા માટે 8 અઠવાડિયાનો સમય આપ્યો છે. માહિતી મુજબ, ગણોત ધારાને લગતી તકરારોનાં નિર્ણય બાબતે સરકારે રાજ્ય મહેસૂલ પંચની નિમણૂક કરી છે. જો કે, રાજ્યનાં મહેસૂલ કાયદાને લગતી બાબતોનાં વિખવાદમાં કલેક્ટરનાં નિર્ણય સામે ટ્રિબ્યુનલમાં (GRT) અપીલ થઈ શકે છે. બીજી તરફ, એક જ હુકમને પડકારતી અરજીઓમાં વિરોધાભાસી નિર્ણયને લઈને હાઇકોર્ટનું આકરું વલણ સામે આવ્યું છે. કોર્ટે કહ્યું કે, સંબંધિત પક્ષકારો અને સરકારનું હિત જળવાય તે માટે આ નિર્ણય જરૂરી છે. આ હુકમની દુરોગામી અસર પડશે. જરૂરી કાર્યવાહી કરવા માટે એડવોકેટ જનરલે કોર્ટને ખાતરી આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબી બ્રિજ દુર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારી દીકરીઓની ભણવા-લગ્નની જવાબદારી કંપનીની, ગુજરાત હાઇકોર્ટનો આદેશ

આ પણ વાંચો: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયંત્રણમાં કશું નથીઃ દ્વારકામાં સોડાએશના મામલે ઝાટકણી કાઢતી ગુજરાત હાઇકોર્ટ

આ પણ વાંચો: વાડી સ્વામિનારાયણ મંદિર દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન નામંજૂર