Gujarat Weather Update/ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, જૂનાગઢ, રાજકોટ સહિત અનેક જિલ્લામાં માવઠાની સંભાવના

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત (Gujarat) ના વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
gujara

Gujarat Weather Update: ગુજરાતમાં આજે એક તરફ ગરમી અને ઉકળાટનો માહોલ રહેશે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે જ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.

GUJARAT

રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમી સાથે ઉકળાટનો અનુભવ થઈ શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : તાપી-વલસાડમાં કમોસમી વરસાદ, 8 શહેરોમાં પારો 40 ડિગ્રી પાર

આ પણ વાંચો : આ તારીખે બેસશે ચોમાસું, અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ કરી આગાહી

આ પણ વાંચો : ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી