રાજકોટ એરપોર્ટ/ 1,405 કરોડ રૂપિયામાં તૈયાર થનારા રાજકોટના હીરાસર એરપોર્ટના રનવેનું આવતીકાલથી ટેસ્ટિંગ

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટ તૈયાર થયા પછી તેનો ઉદઘાટન કરશે તેમ મનાય છે. 

Top Stories Gujarat Rajkot

રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું સ્વપ્ન હવે Hirasar Airport સાકાર થવા જઈ રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ એરપોર્ટ તૈયાર થયા પછી તેનો ઉદઘાટન કરશે તેમ મનાય છે.  આ એરપોર્ટના રનવેનું ટેસ્ટિંગ આવતીકાલથી શરૂ થશે. વડાપ્રધાને આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરતી વખતે તેમની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે અમે જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરીએ છીએ તેનું ઉદઘાટન પણ કરીએ છીએ. આમ અમે અટકાવવું, ભટકાવવું અને લટકાવવુના રાજકારણમાં માનતા નથી. પીએમ મોદી એપ્રિલમાં રાજકોટનું આ દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ દેશને ભેટ આપશે.

રાજકોટથી 27 કિ.મી રૂ. 1405 કરોડના અંતરે 1025.5 હેક્ટર જમીન પર બાંધવામાં આવનાર ગ્રીન ફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કામાં રૂ. 1405 કરોડનો ખર્ચ કરવામાં આવી ચૂક્યો છે. આ તબક્કામાં જ રનવે અને ટર્મિનલની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં રૂ. 1405 કરોડના ખર્ચે 3040 મીટર લાંબો Hirasar Airport અને 45 મીટરનો પ્રથમ સિંગલ રનવે બનાવવામાં આવ્યા છે. તેની સમાંતર બે ટેક્સી ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે. જેસી કેટેગરી માટે જરૂરી અંતર રાખવામાં આવ્યું છે. ઉપરાંત એરસ્ટ્રીપ, એક્ઝિટ ટેક્સી ટ્રેક, પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ, નેશનલ હાઈવે 8Aથી એરપોર્ટ સુધી પહોંચવા માટે 6 લેન રોડ, એરપોર્ટ બાઉન્ડ્રી અને અન્ય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.

એરપોર્ટ સાથે
બાંધકામ દરમિયાન બેટી નદીમાંથી પાણી લેવાયું હતું.
પ્રથમ તબક્કાના કામ માટે 2 મિલિયન લિટર પાણીની જરૂર પડી હતી.
જ્યાં એરપોર્ટ બનશે તેની આસપાસની પર્યાવરણીય અસર પર નજર કરીએ તો અહીં 203 પ્રકારના છોડ, 74 પ્રકારના પક્ષીઓ, 32 પ્રકારના જંતુઓ, 16 પ્રકારના સાપ અને 12 પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે.

વિશેષતા શું છે?
મુસાફરોની ઝડપી અવરજવર માટે જરૂરી ટ્રાફિક અનુસાર Hirasar Airport માળખું તૈયાર કરવામાં આવ્યું છે
ટર્મિનલમાં સ્થાનિક વસ્તુઓનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
શક્ય હોય ત્યાં સુધી ઉર્જાનો ઉપયોગ ઘટાડવામાં આવ્યો છે.
ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિબિંબ જોવા મળે તે માટે આવી યોજના તૈયાર કરવામાં આવી છે.

કેન્દ્રએ નવા એરપોર્ટ માટે 1405 કરોડ રૂપિયા મંજૂર કર્યા

નવા એરપોર્ટના કારણે દસ જિલ્લાના ઉદ્યોગોને અકલ્પનીય Hirasar Airport લાભ મળવાનો છે. નવા એરપોર્ટ પર દેશના સૌથી મોટા કાર્ગો સ્ટેશનના નિર્માણથી ઉદ્યોગોનો વિકાસ થશે.આના લીધે સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર સહિતના શહેરોમાં ટુરિઝમને પણ વેગ મળે તેમ માનવામાં આવે છે. આના રાજકોટવાસીઓએ હવે સીધા દિલ્હી કે મુંબઈ જવા  માટે અમદાવાદ સુધીનો ધક્કો ખાવો નહીં પડે. રાજકોટના આ ઇન્ટરનેશનલ એરપોર્ટની સાથે ગુજરાતને ત્રીજું ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે. આ પહેલા ગુજરાતમાં અમદાવાદ અને સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ચૂક્યા છે.

 

આ પણ વાંચોઃ Pavan Kheda/ પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા, એરપોર્ટ પર જ ધરણા પર બેઠા કોંગ્રેસના નેતાઓ

આ પણ વાંચોઃ Biden Down/ બિડેન ફરી પાછા ગબડ્યા, આ વખતે પોલેન્ડ છોડતી વખતે પ્લેનની સીડી પર પડ્યા

આ પણ વાંચોઃ કોરોના રસીકરણ કૌભાંડ/ જૂનાગઢમાં કોરોના વેક્સિનેશન કૌભાંડઃ જયા બચ્ચન, મહિમા ચૌધરી, જૂહી ચાવલાના નામનું સર્ટિફિકેટ