Lifestyle/ નીલી, લીલી, ભૂરી કે કાળી..તમારી આંખોનો કયો રંગ છે? વિજ્ઞાન શું કહે છે આ વિશે…

વિશ્વભરમાં ભૂખરી આંખો સૌથી અધિક જોવા મળે છે વિશેષ કરીને એશિયા અને આફ્રિકા ખંડમાં…નવાઇની વાત એ છે કે, લીલી આંખો ધરાવતા લોકોનું પ્રમાણ કેવળ 2% ..

Trending Health & Fitness Lifestyle

Lifestyle: આંખોનો રંગ આઇરિસ (Eyeris) અર્થાત્ આંખની કીકીની આસપાસના વર્તુળાકાર હિસ્સાના મેલેનિન અને જીનેટિક્સ દ્વારા નક્કી થાય છે. નીલી, લીલી, ભૂરી આંખો સંસ્કૃતિનો વારસો અને પ્રકૃતિના સમન્વયને દર્શાવે છે.

આપણા કિંમતી નયન (Eyes) કેવળ જોવા માટે જ નથી પરંતુ, માનવીને માનવી સાથે જોડવાનું એક માધ્યમ પણ છે. દરેક આંખોમાં એક નાનકડું બ્રહ્માંડ વસે છે પછી એ કોઈ પણ રંગની ન હોય, નીલી, લીલી, ભૂખરી કે કાળી (Blue, Green, brown or Black)…દરેક આંખોની એક અનોખી કહાણી હોય છે જેમાં આનુવંશિકતા (Genetics), સંસ્કૃતિ અને પ્રકૃતિ (Culture & Nature)ના અનોખા તાલમેલનું વિજ્ઞાન છુપાયેલું છે.

જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને પ્રથમ વાર મળીએ છીએ ત્યારે, મોટાભાગે એની આંખો આપણું ધ્યાન ખેંચે છે. ગહન ભૂરા, હળવા નીલા કે પછી જવલ્લે જ જોવા મળતી લીલા રંગની આંખો જોઇને આપણે ચકિત્ પણ થઇ જઇએ છીએ. આંખોનો રંગ (Eye Colour) વળી જેમ પ્રકાશમાં પરિવર્તન આવે એમ બદલાતો પણ જણાય છે. આ દરેક નયન પાછળ અલગ-અલગ ભૂતકાળ છુપાયેલો હોય છે. આંખો ફક્ત સુંદરતાનું પ્રતીક જ નથી પરંતુ, એ જીનેટિક્સ અને સાયન્સ (Science)નો કમાલ છે!

વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ

વિશ્વભરમાં ભૂરી આંખો (Brown Eyes) સૌથી અધિક જોવા મળે છે. વિશેષ કરીને એશિયા અને આફ્રિકા ખંડમાં વસતા લોકો આવી આંખો ધરાવતા હોય છે. નીલી એટલે કે આસમાની આંખો ઉત્તર અને પૂર્વ યુરોપના લોકોમાં જોવા મળે છે. નવાઇની વાત તો એ છે કે લીલી આંખો (Green Eyes) ધરાવતા લોકોનું પ્રમાણ કેવળ 2% જ જોવા મળે છે! ભારતમાં હેઝલ અને ભૂરા રંગની આંખો હોવી એ સામાન્ય બાબત છે પરંતુ, નીલી અને લીલી આંખો ઘણી દુર્લભ અને આકર્ષક માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મતે, આંખોનો રંગ કેવળ જીનેટિક્સ અને ભૌતિક વિજ્ઞાનનો સમન્વય નથી પણ આપણા સાંસ્કૃતિક વારસા અને વ્યક્તિત્વનું પ્રતીક પણ છે!

મેલેનિન નો કમાલ

આંખની કીકીની આસપાસ જે રંગીન વીંટી આકારની સંરચના હોય છે જેના રંગને નિર્ધારિત કરવામાં મેલેનિન (Melanin)નામનું ઘટક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઘેરી ભૂખરી આંખો મેલેનિનની અધિક માત્રા ધરાવે છે જે પ્રકાશનું અવશોષણ કરીને એને ગાઢ રંગ આપે છે. જ્યારે આ મેલેનિન ઘટક ઘણી ઓછી માત્રામાં હોય તો એનો રંગ આકાશ જેવો નીલો બને છે. આવું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ટિંડલ (Tindal) પ્રભાવના કારણે થાય છે. નીલો પ્રકાશ ફેલાય છે અને જેની આંખો ઓછું મેલેનિન ધરાવતી હોય એના નયનપટલનો રંગ નીલો બની જાય છે! આંખોનો લીલો રંગ મેલેનિન અને રોશની (Sunlight)ના ફેલાવાના સંતુલન દ્વારા સર્જાય છે. જ્યારે હળવી ભૂરી આંખો જેને હૅઝલ આઇઝ (Hazel Eyes) પણ કહે છે એ અસમાન રીતે વિતરણ થયેલા મેલેનિનના લીધે જેમ પ્રકાશની માત્રામાં વધ-ઘટ થાય એ પ્રમાણે રંગ બદલતી જણાય છે.

જીનેટિક્સનો ખેલ

અમુક સમય પહેલા એવું માનવામાં આવતુ હતુ કે, આંખોનો રંગ નિર્ધારિત કરવા પાછળ એક જ જીન (Gene)નો ખેલ હોય છે જેમાં ભૂખરો રંગ નીલા રંગ પર પ્રભાવી બની જાય છે. પરંતુ, અમુક સંશોધનો બાદ, વિજ્ઞાનીઓનો નિષ્કર્ષ બદલાયો છે અને એમના મતે, આંખોનો રંગ ઘણા જનીનો ભેગા મળીને નિર્ધારિત કરે છે. આ જ કારણ છે કે, એક જ પરિવારના બાળકોની આંખો જુદા-જુદા રંગની હોઇ શકે છે. નીલી આંખોવાળા માતા-પિતાના બાળકોની આંખો લીલી કે હળવી ભૂરી પણ હોઇ શકે છે! યુરોપિયન મૂળના ઘણા બાળકો જન્મજાત નીલી કે સિલેટિયા કલરની આંખો ધરાવતા હોય છે પરંતુ, જન્મના અમુક પ્રાથમિક વર્ષોમાં મેલેનિન વધવાને કારણે એમની આંખોનો રંગ બદલાઇ શકે છે.

હેટરોક્રોમિયા શું છે?

હેટરોક્રોમિયા (Heterochromia) એક એવી પરિસ્થતિ છે જેમાં એક આંખનો રંગ અન્ય કરતા અલગ દેખાય છે અથવા તો આઇરિસમાં બબ્બે રંગ દેખાય છે! હોલીવુડ અભિનેત્રી કેટ બોસવર્થ અને મિલા કુનિસ આનું અનોખું ઉદાહરણ છે. વળી, આંખો ઇજાગ્રસ્ત થવાને કારણે ગાયક ડેવિડ બોબીની આંખો પણ જુદા-જુદા રંગની દેખાતી હતી!

આંખોનો રંગ કેમ બદલાય છે?

પુખ્ત વયના લોકોમાં સામાન્ય રીતે આંખોનો રંગ સ્થિર રહે છે પરંતુ, પ્રકાશના સ્તર, કપડા કે આંખની પટલના આકારને કારણે એ પરિવર્તિત થતો હોય એવું લાગે છે. નીલી આસમાની આંખો પણ ક્યારેક નીલી કે ક્યારેક લીલી પણ દેખાય છે. આ ઉપરાંત, કેટલીક મેડિકલ પરિસ્થિતિઓ (Medical Conditions)માં પણ આંખોનો રંગ બદલાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!