Gandhinagar News: રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝન (Monsoon)માં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 18 સપ્ટેમ્બર-2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા જણાવાયું છે.
વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 145 ડેમ (Dam) હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર તેમજ 17 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 93 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
કચ્છ પ્રદેશમાં સૌથી વધુ 135 ટકા વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં 97 ટકાથી વધુ વિસ્તારમાં ચોમાસું-ખરીફ વાવેતર કરવામાં આવ્યું છે.
રાજ્યના 145 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી100 ટકા વચ્ચે ભરાયા છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ (Sardaar Sarovar Dam)માં 93 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.
ગુજરાત (Gujarat)માં નોંધપાત્ર વરસાદ (Rain Fall)ના પરિણામે જગતના તાત એવા ખેડૂતો (Farmers) દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 97.72 ટકા વિસ્તારમાં ખરીફ –ચોમાસું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ જ્યારે ત્રીજા ક્રમમાં 09 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમ, કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2022માં 122 ટકા, વર્ષ 2023માં 108 ટકા અને વર્ષ 2024 માં 143 ટકા વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2025 માં આજની સ્થિતિએ 108 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો:પોપટ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા પર મોટા પ્રહારો
આ પણ વાંચો:ગોંડલના રીબડા સ્થિત અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહની કેરળથી ધરપકડ
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, અનિરુદ્ધસિંહ જાડેજાની માફી રદ
