Not Set/ રાજ્યસભાના નવા ડેપ્યુટી ચેરમેનને અભિનંદન આપતા પીએમ મોદીએ કહ્યું, “હવે બધું જ હરિના ભરોસે છે”

નવી દિલ્હી, સંસદના ઉપલાગૃહ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન માટે ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં NDA ગઠબંધનના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનો વિજય થયો છે. ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી માટે થયેલા વોટિંગમાં હરિવંશ નારાયણ સિંહને ૧૨૫ વોટ મળ્યા છે, જયારે UPAના ઉમેદવાર બી કે હરિપ્રસાદને ૧૦૫ વોટ મળ્યા છે. NDA ગઠબંધનના ઉમેદવાર હરિવંશ સિંહની થયેલી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે “હવે […]

Top Stories India Trending

નવી દિલ્હી,

સંસદના ઉપલાગૃહ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન માટે ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં NDA ગઠબંધનના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહનો વિજય થયો છે. ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી માટે થયેલા વોટિંગમાં હરિવંશ નારાયણ સિંહને ૧૨૫ વોટ મળ્યા છે, જયારે UPAના ઉમેદવાર બી કે હરિપ્રસાદને ૧૦૫ વોટ મળ્યા છે.

NDA ગઠબંધનના ઉમેદવાર હરિવંશ સિંહની થયેલી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે “હવે બધું જ હરિના ભરોસે છે”.

પીએમ મોદીએ હરિવંશરાયને શુભેચ્છા આપતા જણાવ્યું,

ગૃહમાં મજાકિયા સ્વભાવમાં તેઓએ કહ્યું, “હવે બધું જ હરિના ભરોસે છે”.

“પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર સાથે કામ કરતા તેઓ જાણતા હતા કે તેઓ રાજીનામું આપવાના છે, પરંતુ તેઓએ આ પદની ગરિમાને બનાવી રાખી હતી અને પોતાના અખબારમાં પણ આ સમાચાર છાપ્યા ન હતા.

હરિવંશ સિંહે પત્રકારત્વને એક જન આંદોલનના સ્વરૂપમાં લીધું હતું.

ઓગષ્ટની ક્રાંતિમાં બલિયાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.

હરિવંશ જી પોતાની કલમમાં ખૂબ સમૃદ્ધ છે અને તેઓ ચંદ્રશેખર જીના વિશ્વાસુ હતા. તેઓ જે ધરતી (બલિયા)ની ધરતી પરથી આવે છે, તે ધરતીએ આઝાદીની લડતમાં મોટી ભૂમિકા ભજવી હતી.