Not Set/ ભારત કે પાકિસ્તાન કોઈને કાશ્મીર ન આપો, તેને બનાવી દો અલગ દેશ, વાંચો કોણે કહી આવી દિલચસ્પ વાત

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહીદી અફરીદીએ હાલમાં જ જમ્મુ-કાશ્મીર વિશે દિલચસ્પ પોતાનું નિવેદન આપ્યું છે. છેલ્લા કેટલા સમયથી કાશ્મીર મુદ્દે ચાલી રહેલા ઝઘડા વિશે અફરીદીએ કોન્ફરન્સમાં કહ્યું હતું. પાકિસ્તાને કાશ્મીરની ચિંતા ન કરવી જોઈએ  ઈગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સની કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરની ચિંતા ન કરવી જોઈએ. પાકિસ્તાનથી પોતાના ર્જ્યો સંભાળી નથી શકાતા તેવામાં તે […]

Top Stories India World Trending Sports

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહીદી અફરીદીએ હાલમાં જ જમ્મુ-કાશ્મીર વિશે દિલચસ્પ પોતાનું નિવેદન આપ્યું છે. છેલ્લા કેટલા સમયથી કાશ્મીર મુદ્દે ચાલી રહેલા ઝઘડા વિશે અફરીદીએ કોન્ફરન્સમાં કહ્યું હતું.

પાકિસ્તાને કાશ્મીરની ચિંતા ન કરવી જોઈએ 

ઈગ્લેન્ડમાં હાઉસ ઓફ કોમન્સની કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને કાશ્મીરની ચિંતા ન કરવી જોઈએ. પાકિસ્તાનથી પોતાના ર્જ્યો સંભાળી નથી શકાતા તેવામાં તે કાશ્મીર કેવી રીતે સંભાળશે.

Image result for afridi

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનના પૂર્વ ઓલ રાઉન્ડરે જણાવ્યું હતું કે પાકિસ્તાને હાલ પોતાના ચાર પ્રાંત પર ધ્યાન આપવું જોઈએ જેને લઈને હાલ કાશ્મીરની કોઈ ચિંતા ન કરવી જોઈએ.

નિર્દોષ થાય છે શહીદ 

આપણને સૌને ખબર છે કે ભારત-પાકિસ્તાનની કાશ્મીર મામલે રોજ કેટલાય જવાનો શહીદ થાય છે.

તમને જણાવી દઈએ કે અફરીદીએ પોતાની એક સંસ્થા શાહિદ અફરીદી ફાઉન્ડેશન સાથે સંકળાયેલ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્યાં હાજર રહ્યા હતા.

કાશ્મીરને બનાવી દો અલગ રાજ્ય 

વધુમાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન કે ભારત કોઈનું કાશ્મીર નથી. કાશ્મીરને એક અલગ દેશનો દરજ્જો આપી દેવો જોઈએ. બંને દેશના કેટલા બધા લોકો સરહદ પર મારી રહ્યા છે જે બિલકુલ યોગ્ય નથી. આ જોઇને ઘણું દુઃખ થાય છે નિર્દોષ લોકો શહીદ થઇ રહ્યા છે.

વર્ષ ૨૦૧૭માં પણ  કહ્યું હતું આવું 

આની પહેલા પણ પૂર્વ કેપટ કાશ્મીર બાબતે પોતાના નિવેદન આપી ચુક્યા છે.

ગયા વર્ષે તેમણે પોતાના એકાઉન્ટમાં લખ્યું હતું કે છેલ્લા ઘણા દશકાથી કાશ્મીર ક્રુરતાનો શિકાર બની રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે આ પ્રોબ્લમનો નીવેડો લાવવામાં આવે. કાશ્મીર ધરતી પરનું સ્વર્ગ છે. માસુમ લોકો જે જીવ ગુમાવી રહ્યા છે તેમના બલિદાનને આપણે આંખ આડે કાન ન કરવા જોઈએ.