Islamabad News/ PAK સુપ્રીમ કોર્ટનો ઈમરાનને 48 કલાકમાં હોસ્પિટલ મોકલવાનો આદેશ

Islamabad News : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે (Pakistan Supreme Court)જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ની સારવારને લઈને મોટો આદેશ આપ્યો છે. કોર્ટે અડિયાલા જેલ પ્રશાસનને ઈમરાન ખાનને 48 કલાકની અંદર શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમની તબિયતની વિગતવાર તપાસ અને સારવાર માટે મેડિકલ બોર્ડ બનાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઈમરાન […]

Top Stories World
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે (Pakistan Supreme Court)જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ની સારવારને લઈને મોટો આદેશ આપ્યો છે

Islamabad News : પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે (Pakistan Supreme Court)જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ની સારવારને લઈને મોટો આદેશ આપ્યો છે. કોર્ટે અડિયાલા જેલ પ્રશાસનને ઈમરાન ખાનને 48 કલાકની અંદર શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમની તબિયતની વિગતવાર તપાસ અને સારવાર માટે મેડિકલ બોર્ડ બનાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

ઈમરાન ખાનને 48 કલાકમાં હોસ્પિટલમાં ખસેડવાનો આદેશ

સુપ્રીમ કોર્ટમાં ઈમરાન ખાનની સારવાર અને પરિવાર સાથે મુલાકાત સંબંધિત અરજીઓ પર સુનાવણી થઈ હતી. ત્રણ જજોની બેન્ચની અધ્યક્ષતા જસ્ટિસ શાહિદ વહીદે કરી હતી. બેન્ચમાં જસ્ટિસ નઈમ અખ્તર અફઘાન અને જસ્ટિસ ઇશ્તિયાક ઇબ્રાહિમ પણ સામેલ હતા.

કોર્ટે જેલ પ્રશાસન પાસેથી ઈમરાન ખાન (Imran Khan)નો સંપૂર્ણ મેડિકલ રિપોર્ટ માંગ્યો હતો. જોકે, કોર્ટ સમક્ષ સંપૂર્ણ રિપોર્ટના બદલે માત્ર તેનો સારાંશ રજૂ કરવામાં આવતા જસ્ટિસ શાહિદ વહીદે નારાજગી વ્યક્ત કરી હતી.

બહેનો સાથે મુલાકાત મૂળભૂત અધિકાર: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાન અને તેમની બહેનો વચ્ચેની મુલાકાત અંગે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જસ્ટિસ શાહિદ વહીદે કહ્યું કે બહેનોને ઈમરાન ખાન સાથે મળવા દેવું કોઈ મહેરબાની નથી, પરંતુ તેમનો મૂળભૂત અધિકાર છે.

કોર્ટે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ઈમરાન ખાન અને તેમની બહેનો વચ્ચે કેટલી મુલાકાતો થઈ તેની સંપૂર્ણ માહિતી માંગવામાં આવી છે. આ ઉપરાંત ઈમરાન ખાનના પુત્રો સાથે થયેલી વાતચીત અને કોલ ડિટેલ રેકોર્ડની માહિતી પણ રજૂ કરવા જણાવાયું છે.

મેડિકલ રિપોર્ટમાં એન્જીયોગ્રાફીની સલાહ

અડિયાલા જેલ પ્રશાસન દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં ઈમરાન ખાનની પલ્સ અને હૃદયની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટમાં એન્જીયોગ્રાફી કરાવવાની સલાહનો પણ ઉલ્લેખ છે.

ઇસ્લામાબાદના એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે આ તપાસ જેલની બહાર હોસ્પિટલમાં કરાવી શકાય છે. બીજી તરફ, PTIના વકીલે ઈમરાન ખાનના શરીરમાં બ્લડ ક્લોટ બનવાનું કારણ શોધવા અને તેમના અંગત ડોકટરો પાસેથી પણ તપાસ કરાવવાની માંગ કરી હતી.

આંખની બીમારીનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ

અડિયાલા જેલ (Adiala Jail)ના સુપરિન્ટેન્ડેન્ટે સુપ્રીમ કોર્ટમાં ઈમરાન ખાનનો બે પાનાનો મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં સેન્ટ્રલ રેટિનલ વેઇન ઓક્લુઝન (CRVO) નામની આંખની બીમારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ ઈમરાન ખાનની આ બીમારીની સારવાર ચાલી રહી છે અને અસરગ્રસ્ત આંખની દ્રષ્ટિ લગભગ સામાન્ય થઈ ગઈ છે. રિપોર્ટમાં 4 નવેમ્બર 2023થી 10 ઓગસ્ટ 2026 વચ્ચે તેમની 39 મેડિકલ તપાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે PTIને રાજકારણ ન કરવાની ટકોર કરી

કોર્ટે પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ને ઈમરાન ખાનની તબિયત (Imran Khan Health)ને રાજકીય મુદ્દો ન બનાવવા સૂચના આપી હતી. ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ PTI નેતાઓ અને પરિવારના સભ્યો દ્વારા મીડિયામાં આપવામાં આવતા નિવેદનો અંગે પણ કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા.

જસ્ટિસ અફઘાને કહ્યું કે પાર્ટીએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ઈમરાન ખાનની તબિયતને લઈને રાજકારણ ન થાય.

ઓગસ્ટ 2023થી જેલમાં છે ઈમરાન ખાન

73 વર્ષીય ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે. શરૂઆતમાં તેમને તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સિફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઈદ્દત નિકાહ સહિતના અનેક કેસમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી.

સિફર અને ઈદ્દત નિકાહ કેસમાં તેમને રાહત મળી હતી, જ્યારે તોશાખાના કેસમાં પણ સજા રોકવામાં આવી હતી. જોકે, અન્ય કેસોને કારણે તેઓ હજુ જેલમાં છે.

ઈમરાન ખાન અને તેમની પાર્ટી PTIનો આરોપ છે કે 2022માં વડાપ્રધાન પદ પરથી હટાવ્યા બાદ રાજકીય કારણોસર તેમની સામે કેસ કરવામાં આવ્યા છે. તેમનો દાવો છે કે તેમને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ આરોપોને નકારી રહી છે અને કેસ કાયદાકીય પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યા હોવાનું કહે છે.


આ પણ વાંચો : ઈમરાન ખાનના જેલમાં મોતનો દાવો! પાકિસ્તાની પત્રકારના ખુલાસાથી ખળભળાટ

આ પણ વાંચો : પાકિસ્તાનની જેલમાં મેજર દ્વારા ઈમરાન ખાન પર રેપ, મેડિકલ રિપોર્ટ વાયરલ, સત્ય શું છે?

આ પણ વાંચો : પાક. પૂર્વ PM ઈમરાન ખાનને 14 વર્ષ અને પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલ