Mehsana News : બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ (Thakor Community)દ્વારા સમાજના સામાજિક ઉત્થાન અને મધ્યમ-ગરીબ પરિવારો પર પડતા આર્થિક ભારણને ઘટાડવા માટે એક નવું બંધારણ અમલી બનાવવામાં આવ્યું છે. ક્ષત્રિય ઠાકોર સમાજ (Thakor Community)માં વર્ષોથી ચાલી આવતા મોંઘા રિવાજો, દેખાદેખી અને ફિજુલ ખર્ચ પર અંકુશ લાવવા માટે આ બંધારણમાં 25થી વધુ કડક નિયમો ઘડવામાં આવ્યા છે.
આ બંધારણનો ભંગ કરનાર વ્યક્તિને ક્ષત્રિય ઠાકોર સમાજ (Thakor Community) બહાર મૂકવાની સાથે રૂપિયા 51,000 સુધીનો દંડ કરવાની જોગવાઈ રાખવામાં આવી છે.
લગ્ન અને સગાઈમાં ખર્ચ ઘટાડવા પર ભાર

ક્ષત્રિય ઠાકોર સમાજ (Thakor Community) નાં નવા બંધારણ મુજબ લગ્ન અને સગાઈ જેવા પ્રસંગોમાં અતિશય ખર્ચ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવામાં આવ્યું છે.
સગાઈ માટેના નિયમો
-
વર અને કન્યા પક્ષ તરફથી મળીને માત્ર 21 વ્યક્તિઓ હાજર રહી શકશે
-
ભેટ તરીકે ફક્ત 1 રૂપિયો રોકડો, નાળિયેર અને એક જોડી કપડાં
-
કોઈપણ ભપકાદાર કાર્યક્રમ પર પ્રતિબંધ
ક્ષત્રિય ઠાકોર સમાજ (Thakor Community)ના લગ્ન માટેના નિયમો
-
જાનની સંખ્યા વધુમાં વધુ 111 વ્યક્તિઓ
-
જાનમાં મહત્તમ 11 વાહનો
-
10 વર્ષથી ઉપરના બાળકોને પણ પુખ્ત વ્યક્તિ ગણવામાં આવશે
-
સનરૂફવાળી ગાડીઓ, લાંબી કતારો અને રસ્તો રોકવા પર સંપૂર્ણ પ્રતિબંધ
-
આખા વર્ષમાં ફક્ત મહા અને વૈશાખ માસમાં જ લગ્ન યોજી શકાશે
-
હલ્દી-પીઠી, ઢુંઢ, ઓઢમણા જેવી ખર્ચાળ પ્રથાઓ સંપૂર્ણ બંધ
ભોજન વ્યવસ્થા
-
વાનગીઓ મર્યાદિત
-
મીઠાઈમાં માત્ર એક જ પ્રકાર
-
મરણ પ્રસંગ પછી ફક્ત ખીચડી-કઢી જ રાખવાની રહેશે
નશા અને અનૈતિક પ્રવૃત્તિઓ પર સખત પ્રતિબંધ
-
કોઈપણ સામાજિક કે કૌટુંબિક પ્રસંગમાં દારૂ અથવા નશાકારક પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ
-
દારૂ ગળાતો કે વેચાતો હોય તેવા ગામોમાં સમાજના યુવાનો દ્વારા વિનંતી કરીને બંધ કરાવવાની કાર્યવાહી
રાસ-ગરબા અને અન્ય કાર્યક્રમો માટે નિયમો
-
રાસ-ગરબા રાત્રે 1 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે
-
લગ્નગીત સિવાયના ગીતો વગાડવા પર પ્રતિબંધ
-
બાબરી અને જન્મદિવસ પ્રસંગે રાસ-ગરબા નહીં
-
માતાજીના પ્રસંગે ખાસ છૂટછાટ
રોકડ વ્યવહારને પ્રોત્સાહન
-
મામેરામાં દાગીનાના બદલે ₹11,000 થી ₹1,51,000 સુધી રોકડ
-
પુરત, ઓઢમણા, બોલમણા, જેમ જેવા પ્રસંગોમાં રોકડ વ્યવહાર
-
લગ્ન પછી ઓઢમણા પ્રથા બંધ
-
જન્મદિવસ પાછળ થતો ખર્ચ શૈક્ષણિક સંસ્થા અથવા લાઈબ્રેરીને દાન
લગ્ન સંબંધી ખાસ નિયમો
-
લગ્ન પછી કન્યાને વર પક્ષવાળા મુકીને જશે
-
લગ્ન બ્રાહ્મણ દ્વારા કરાવવાનું, લગનીયા ન મુકવા
-
પલ્લામાં મર્યાદિત પાંચ દાગીના જ રાખવા
-
પુરતના બદલે ₹51,000 થી ₹1,51,000 સુધી રોકડ
સમાજ વિરોધી લગ્ન અંગે કડક નિર્ણય
-
સમાજના નિયમો વિરુદ્ધ કરાયેલા મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ-લગ્નને માન્યતા નહીં
-
આવા યુગલને સમાજ ક્યારેય સ્વીકારશે નહીં
દંડ અને શિસ્તની જોગવાઈ
-
બંધારણ તોડનારને સમાજ બહાર મૂકવામાં આવશે
-
₹51,000 દંડ ફરજિયાત
-
સંતાનોના સગપણ સમયે સમાજ સમિતિ આડેરૂપ રહેશે
-
લગ્ન બાદ છૂટાછેડા થાય અને જે પક્ષ દોષિત સાબિત થાય તેને ₹5 લાખ દંડ, જેમાંથી ₹25 હાજર સમાજમાં આપવાના રહેશે
અમલ માટે સમિતિઓની રચના
-
બંધારણના ચુસ્ત અમલ માટે તાલુકા અને ગ્રામ્ય સ્તરે સંકલન સમિતિઓ બનાવવામાં આવશે
-
ગ્રામ સમિતિ પ્રથમ સ્તરે સમજાવશે, બાદમાં તાલુકા સમિતિ નિર્ણય કરશે
MLA સુખાજી ઠાકોરનું નિવેદન
બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરે જણાવ્યું કે, ક્ષત્રિય ઠાકોર સમાજ (Thakor Community) માં ઘર કરી ગયેલા કુરીવાજો નાબૂદ કરવા માટે આ બંધારણ બનાવવામાં આવ્યું છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ ઓછા ખર્ચે સંતાનોના લગ્ન કરી શકે. આ પહેલ સુખી-સમૃદ્ધ અને નોકરિયાત વર્ગથી શરૂ થવી જોઈએ.
