Ahmedabad/ વ્હીકલ ચલાવતા વિદ્યાર્થીઓ સામે તંત્રની લાલ આંખ, નિયમ ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદમાં ટ્રાફિકને લઈને વહીવટીતંત્ર વધુ સતર્ક થયું છે. તહેવારોની સિઝનમાં માર્ગો પર ટ્રાફિક વધ્યો છે.

Top Stories Gandhinagar Gujarat

Ahmedabad News: અમદાવાદમાં ટ્રાફિકને લઈને વહીવટીતંત્ર વધુ સતર્ક થયું છે. તહેવારોની સિઝનમાં માર્ગો પર ટ્રાફિક વધ્યો છે. ત્યારે સામાન્ય નાગરિકો અને કર્મચારીઓથી લઈને શાળાના વિદ્યાર્થીઓ સુધી ટ્રાફિક નિયમન લઈને તંત્રે વધુ કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને શાળાના સગીર વિદ્યાર્થીઓ કે જેઓ ટુ-વ્હીલર લઈને ફરતા હોય છે તેમના પર પોલીસની બાજ નજર રહેશે. આ સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદની કેટલીક શાળાઓમાં આ મુદે ચકાસણી હાથ ધરાઈ હતી.

RTO,ટ્રાફિક વિભાગ, DEO અને ફાયર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. સેટેલાઈટની નારાયણગુરુ વિદ્યાલય, શાહીબાગની રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ, ગીરધરનગરની સંસ્કાર વિદ્યાનિકેતન હાઈસ્કૂલમાં ટ્રાફિક નિયમન અને શાળાઓમાં ટુ-વ્હીલર લઈને જતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓનું પણ ચેકિંગ કર્યું હતું. ટ્રાફિક નિયમનને લઈને શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં કેટલીક શાળાઓ આકસ્મિક ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સામે આવ્યું કે સગીર વિદ્યાર્થીઓ બેરોક-ટોક શાળાએ પંહોચવા ટુ-વ્હીલર ચલાવતા નજરે પડ્યા. આ ચેકિંગમાં એ પણ સામે આવ્યું કે સગીર વિદ્યાર્થીઓ બેફામ વાહન હંકારે છે તેમજ બાઈક ચલાવવાનો વીડિયો બનાવવા અવનવી સ્ટાઈલ કરી રહ્યા છે. તો વાલીઓ પણ હેલમેટ વગર બાળાકોને શાળામાં મૂકવા આવતા હોવાનું સામે આવ્યું. DEO કચેરીથી ટ્રાફિક નિયમ અને શાળાકીય નિયમો ભંગ કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ સામે કાર્યવાહીના આદેશ કરાયા છે.

નોંધનીય છે કે આ સપ્તાહથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે. દરમ્યાન સગીર વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમનમાં ધ્યાન રાખે તે ઉદેશ્ય હેતુ વહીવટીતંત્ર દ્વારા શાળાઓમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ આ ચેકિંગમાં જે વિદ્યાર્થીઓ અને વાલીઓ નિયમનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે તેમની સામે કાર્યવાહી થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની ધડબડાટીઃ અડધો કલાકમાં અડધો ઇંચ ખાબક્યો

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદ, બપોર સુધીમાં 83 તાલુકામાં વરસાદ, વલસાડમાં એલર્ટ

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદની 26 ટકા ઘટ, ડાંગમાં સૌથી વધુ 48 ટકા ખાધ