New Delhi News/ પેપર લીક સુધારા બિલને કેબિનેટની મંજૂરી, 27 જુલાઈએ સંસદમાં રજૂ થવાની શક્યતા; અશ્વિની વૈષ્ણવે સવાલો ટાળ્યા

પેપર લીક સુધારા બિલને કેબિનેટની મંજૂરી મળ્યા બાદ તેને 27 જુલાઈએ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. જોકે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયા દ્વારા પૂછાયેલા સવાલો પર મૌન ર

India Breaking News
Paper Leak Bill

New Delhi News: દેશભરમાં NEET પેપર લીક સહિત વિવિધ ભરતી અને જાહેર પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ બાદ કેન્દ્ર સરકારે પેપર લીક વિરુદ્ધ વધુ કડક કાયદો લાવવાની પ્રક્રિયા તેજ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન (અનફેર મીન્સની રોકથામ) એક્ટ, 2024માં સુધારા સંબંધિત બિલને મંજૂરી આપવામાં આવી છે. આ સુધારા બિલ (Paper Leak Bill) 27 જુલાઈએ સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

Paper Leak Bill ના સવાલો પર અશ્વિની વૈષ્ણવનું મૌન

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw)પત્રકારોને કેબિનેટના નિર્ણયો અંગે માહિતી આપવા પહોંચ્યા હતા. જોકે, જ્યારે મીડિયા દ્વારા પેપર લીક સુધારા બિલ અંગે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું. દરેક પ્રશ્નના જવાબમાં તેમણે માત્ર “નેક્સ્ટ” કહીને આગળનો પ્રશ્ન લેવા કહ્યું. એક પત્રકારે ફરી પેપર લીક (Paper Leak)અંગે પૂછતાં તેમણે હળવી ટિપ્પણી કરતા કહ્યું, “આજે કોઈ પેપર લીક નથી થઈ રહ્યું.” તેમના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર શું કહ્યું?

આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે પેપર લીક માત્ર પરીક્ષાની ગેરરીતિ નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે છેલ્લા અઢી મહિનામાં સરકાર દ્વારા પેપર લીકના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને અનેક આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા છે.


આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું પહેલું સેક્શન ક્યારે શરૂ થશે? રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી

આ પણ વાંચો:અમદાવાદમાં 1360 ટનનો ગર્ડર લોન્ચ, અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વીડિયો, જાણો બુલેટ ટ્રેનની નવી સિદ્ધિ

આ પણ વાંચો:NEET પેપર લીક પર મોદી સરકારનો મોટો એક્શન પ્લાન: 10 વર્ષની જેલ અને 10 કરોડના દંડની તૈયારી