IPL 2026: રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2026 ની 37મી મેચ રમાઈ હતી. ટાઇટન્સે 8 વિકેટથી જીત મેળવી હતી. ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આ મેચ રમાઈ હતી. ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોની પણ આ મેચમાં રમી રહ્યો ન હતો. પહેલા બેટિંગ કરતા CSK એ ગાયકવાડના અણનમ 74 રનની મદદથી ગુજરાત માટે 159 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ગુજરાતે 17મી ઓવરમાં આ લક્ષ્યાંક બે જ વિકેટ ગુમાવીને મેચ આઠ વિકેટે જીતી લીધી હતી.
સાઈએ 87 રન બનાવ્યા
159 રનના જવાબમાં, ગુજરાતે શાનદાર શરૂઆત કરી. શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર ઇનિંગ રમી. 7મી ઓવરમાં ગિલ 33 રન બનાવીને આઉટ થયો ત્યારે પહેલી વિકેટ પડી. જોકે, સાઈએ ત્યારબાદ શાનદાર ઇનિંગ રમી, બટલર સાથે શાનદાર ભાગીદારી કરી. જોકે સાઈની વિકેટ 17મી ઓવરમાં પડી, પરંતુ તેણે 46 બોલમાં 87 રનની ઇનિંગ રમી. આનાથી ગુજરાત 8 વિકેટથી મેચ જીતી શક્યું.
CSK ની બેટિંગ
CSK માટે ઋતુરાજ અને સંજુએ ઇનિંગ્સની શરૂઆત કરી. જોકે, સંજુ સેમસન માત્ર 11 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ ઉર્વિલ પટેલ 4 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો, અને સરફરાઝ ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો. ડેવાલ્ડ બ્રેવિસ પણ સસ્તામાં આઉટ થયો, ફક્ત 2 રન બનાવીને. પરંતુ રુતુરાજ ગાયકવાડે એક છેડે ટકી રહી. તેણે 74 રનની અણનમ ઇનિંગ્સ રમી, જેના કારણે CSK 20 ઓવરમાં 7 વિકેટે 158 રન સુધી પહોંચી શક્યું.
ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન, રુતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રુઈસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હોસીન, નૂર અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ.
ગુજરાત ટાઇટન્સ (પ્લેઇંગ ઇલેવન): સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.
