ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ જે ખૂબ નિર્ણાયક બની છે તે આજે (રવિવારે) બેંગલુરુનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. આજે, જે પણ ટીમ આ મેચ જીતવામાં સફળ રહેશે તે આ શ્રેણીને પોતાના નામે કરી શકશે. ત્રીજી અને અંતિમ મેચ પહેલા, ચાલો જાણીએ કે આજે ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ કેવી રહેશે અને હવામાન કેવો અવરોધ ઉભું કરી શકે છે.

હવામાનની વાત કરીએ તો, એક્યૂ વેધરનાં અહેવાલ મુજબ, આજે વાતાવરણ સાફ રહેશે અને વરસાદનો કોઈ ભય નથી. આજે જે પણ ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવા માંગશે કારણ કે બાદમાં બેટિંગ કરનારી ટીમને ઝાકળનો સામનો કરવો પડી શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી આ સીરીઝ હજી સુધી બેટ્સમેનો માટે સ્વર્ગ સાબિત થઈ રહી છે. વાનખેડે અને રાજકોટ પછી ફરી એકવાર બેંગલુરુમાં રનનો વરસાદ જોવા મળી શકે છે. પહેલી મેચમાં 509 રન બન્યા હતા, જ્યારે બીજી મેચમાં 647 રન બન્યા હતા.

વર્લ્ડ કપ પછી, ઓસ્ટ્રેલિયા ભારત પ્રવાસ પર આવેલી સૌથી મજબૂત હરીફ છે, તેથી આશા રાખવામાં આવી હતી કે આ શ્રેણી ઘણી રોમાંચક બની રહેશે. એવું પણ જોવા મળ્યું હતું કે, પહેલી મેચમાં જ્યાં કાંગારૂ ટીમે એક તરફી જીત મેળવી હતી, રાજકોટમાં રમાયેલી બીજી મેચમાં તે એક વખત ભારતને પરાજિત કરી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ હતુ, જ્યારે સ્ટીવ સ્મિથ મેદાન પર રમી રહ્યો હતો. જોકે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મેચ જીતી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
