ક્રિકેટ મેચ/ આઇપીએલની બાકી મેચ સપ્ટેમ્બરમાં થવાની શક્યતા

આઇપીએલ ની બાકિની મેચ સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે.

Sports

દેશમાં કોરોના સંક્રમણના કેસો ખુબ વધી રહ્યા છે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે .આઇપીએલના ઘણાબધા ખેલાડીઓ પણ કોરોના સંક્રમિત થઇ જતાં આઇપીએલ અધવચ્ચે સ્થગિત કરી દેવામાં આવી હતી. ટી 20 વર્લ્ડ કપ પહેલા આઈપીએલ 2021 ની બાકીની મેચનું આયોજન થાય તેવી સંભાવના છે. લીગની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં ટી-20 વર્લ્ડ કપ   યોજાવાનો છે. તે પહેલા કોરોનાની સ્થિતિ દેશમાં કંટ્રોલ હશે તો આઇપીએલની બાકી મેચો રમાડવામાં આવશે..

 બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જો સપ્ટેમ્બરમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો લીગની બાકીની મેચનું આયોજન થઈ શકે છે. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના ચાર લાખથી વધુ કેસ આવી રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જો વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ હોય અને કોવિડ -19 ની સ્થિતિ નિયંત્રણમાં હોય, તો ટી 20 વર્લ્ડ કપ પહેલા ચોક્કસપણે લીગની બાકીની મેચનું આયોજન થયું શકે છે. વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓ માટે પણ તૈયારીની સારી તક હોઈ શકે છે.