ગુજરાત/ ડેડીયાપાડા ટીડીઓ પાસે પેટ્રોલ પંપ પર પેટ્રોલના પૈસા ન આપવા મુદ્દે ડીડીઓએ નોટીસ આપી માંગ્યો ખુલાસો

ડેડીયાપાડાના ટીડીઓ વિરુદ્ધ નીવલ્દા ખાતે કાર્યરત શ્રી રામ પેટ્રોલિયમના મેનેજરે નર્મદા કલેક્ટર અને ડીડીઓને ગંભીર બાબતે લેખિત ફરીયાદ કરી હતી.

Gujarat
ડીડીઓ

ડેડીયાપાડાના ટીડીઓ વિરુદ્ધ નીવલ્દા ખાતે કાર્યરત શ્રી રામ પેટ્રોલિયમના મેનેજરે નર્મદા કલેક્ટર અને ડીડીઓને ગંભીર બાબતે લેખિત ફરીયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ડેડીયાપાડાના ટીડીઓએ ગાડીમાં પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવાની જગ્યાએ હુ ટીડીઓ છું તમે શું કરી લેશો. ડેડીયાપાડા ટીડીઓ જગદીશ સોની પેટ્રોલ પંપ પર સિગરેટ પીતા હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હતું. ત્યારે આ બાબતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ ડેડીયાપાડા ટીડીઓ જગદીશ સોનીને નોટીસ ફટકારી લેખીત ખુલાસો માંગ્યો છે.

આ બાબતે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું હતું કે અમને ડેડીયાપાડાના ટીડીઓ જગદીશ સોની વિરુદ્ધ નીવલ્દા ખાતે કાર્યરત શ્રી રામ પેટ્રોલિયમના મેનેજરે લેખીત ફરીયાદ કરી છે.આ બાબતે અમારી કચેરી દ્વારા ટીડીઓ જગદીશ સોનીને એક નોટીસ આપવામાં આવી અને ખુલાસો માંગવામાં આવ્યો છે.

આવી કોઈ ઘટના બની હતી કે કેમ અને બની તો ક્યા કારણોસર આ ઘટના બની છે, આ ઘટના બાબતે તમારે શુ કેહવુ છે. આવા મુદ્દાઓ બાબતે ડેડીયાપાડા ટીડીઓ લેખીત જવાબ આપશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડેડીયાપાડા ટીડીઓએ જે વાહનમાં પેટ્રોલ પુરાવ્યું એ ખાનગી વાહન હતું.સરકારી વાહન નહોતું એટલે અમારી એમાં કોઈ દખલગીરી ન હોઈ શકે પણ પેટ્રોલ પંપ તરફથી ફરીયાદ મળી છે એટલે કાર્યવાહી કરવામાં આવશે.



આ પણ વાંચો:પત્નીની સામે જ દીકરી પર આચર્યું દુષ્કર્મ, કોર્ટે ફટકારી 20 વર્ષની જેલની સજા

આ પણ વાંચો:ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા

આ પણ વાંચો:હવે આણંદની ક્રીસેન્ટ રેસ્ટોરેન્ટ વિવાદમાં, મસાલા પાપડમાંથી નીકળ્યો વંદો

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને અપગ્રેડ કરવાની યોજના, 180 કરોડનો થશે ખર્ચ