- સુરતના કોર્પોરેટરના દારુકાંડ મુદ્દે જયરાજસિંહનું નિવેદન
- રાજ્યમાં દારુના લીરેલીરા ભાજપે જ ઉડાડ્યા
- દરેક પોલીસ સ્ટેશનની હદમાં દારુ વેચાય છે
- દારુબંધીના લીરા ભાજપના જ કાઉન્સિલર ઉડાડી રહ્યા છે
સુરતનાં સગરામપુરાના ભાજપનાં કોર્પોરેટરનો દારૂ પી ણે ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. દારૂના નશામાં ચકચૂર થઈને પિયુષ શિવશક્તિવાળા નારગોલમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેને લઇને કોગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આ સાથે તેમને જણાવ્યું કે રાજ્યમાં દારૂના લીરેલીરા ભાજપે જ ઉડાડ્યા છે. દરેક પોલીસ સ્ટેશનની હદમાં દારુ વેચાય છે.
હેગડેના નિવેદન મુદ્દે જયરાજસિંહે જણાવ્યું હતું કે, હેગડેએ ગાંધીજીનું અપમાન કરી ઝેર ઓક્યું છે. આ ભાજપની ચાલ-ચલન અને સંસ્કૃતિ દર્શાવી રહ્યું છે. ભાજપ, pm મોદી અને અમિત શાહ ગાંધીજી મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
