Rajkot Gamezone Tragedy/ સાગઠિયાએ ગોંડલમાં પત્નીના નામે 5 વીઘા જમીન ખરીદ્યાનું સામે આવ્યું

હાલમાં તેની કિંમત 1 કરોડથી વધુ હોવાનું ખુલ્યું

Top Stories Gujarat Rajkot

Rajkot News  : રાજકોટના 27 જણાનો ભોગ લેનારા ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસે મનપાના ચાર અધિકારીની ધરપકડ કરી છે. એસીબી પણ આ અંગે તપાસ કરી રહી છે અને આરોપીઓની પુછપરછ ચાલી રહી છે.
આ કેસની તપાસમાં રાજકોટ મનપામાં એક જ ઠેકાણે ઘણા સમયથી ફરજ બજાવતા મનસુખ સાગઠિયાએ ગોંડલના ગોમટા ગામમાં 13 વીઘા જેટલી જમીન ખરીદી હોવાનું તથા અહીં ફાર્મ હાઉસ બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

તે સિવાય ગોમટામાં તેની પત્નીનીના નામે પણ 11 વીઘા જમીન ખરીદી હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય ગોંડલમાં ચોરડી ગામ ખાતે અગાઉ તેની પત્નીના નામે પાંચ વીઘા જમીન ખરીદી હતી. આ જમીનની હાલની કિંમત એક કરોડથી વધુ માનવામાં આવે છે.

રાજકોટ મનપાના તે સમયના ટાઉન પ્લાનીંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાની એક વીઘા જેટલી જમીન જિલ્લા કલેક્ટર દ્વારા બિન ખેતી પણ કરી દેવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત