કોંગ્રેસનાં નેતાને તેમની પોતાની સરકારનાં મંત્રી સામે ઉંચા અવાજમાં વાત કરવી ભારે પડી ગઇ. ઉંચો અવાજ સાંભળીને મંત્રીને ગુસ્સો આવ્યો અને કોંગ્રેસનાં નેતાને કલેક્ટર કચેરીની બહાર કરી દીધા. આ કેસ મધ્ય પ્રદેશનાં હરદા જિલ્લાનો છે. કોંગ્રેસનાં ખેડૂત નેતા શૈલેન્દ્ર વર્માએ રાજ્ય સરકારનાં મંત્રી પી.સી. શર્મા પર આ આરોપ લગાવ્યો છે. શૈલેન્દ્ર કહે છે કે મંત્રીએ મને ઠપકો આપ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવાની ધમકી આપી હતી.
જણાવી દઇએ કે, સોમવારે ભોપાલમાં જિલ્લા યોજના સમિતિની બેઠક મળી હતી, જેમાં જિલ્લા પ્રભારી મંત્રી પી.સી. શર્મા પહોંચ્યા હતા. બપોરે સાડા ત્રણ વાગ્યે જિલ્લા પ્રભારી મંત્રી પી.સી. શર્મા કલેક્ટર કચેરી પહોંચ્યા, જ્યાં તેમણે લોકોની સમસ્યાઓનાં આવેદન લીધા. આ દરમિયાન ખેડૂત કોંગ્રેસનાં પ્રદેશ સચિવ શૈલેન્દ્ર વર્મા તેમની ફરિયાદ સાથે પહોંચ્યા હતા. તેમણે પોતાની સમસ્યા મંત્રી પીસી શર્માને જણાવી હતી. કોંગ્રેસનાં ખેડૂત નેતા શૈલેન્દ્ર વર્માએ ઉંચા અવાજમાં બોલવાનું શરૂ કર્યું હતુ ત્યારે મંત્રી આ વાતથી નારાજ થઇ ગયા.
Kisan Congress leader Shailendra Verma: Mantri ji scolded me & told to lock me up at police station. You are a part of the government, you are supposed to listen to our concerns. I'm the state general secretary of Kisan Congress & this is how they are behaving with me. (20.01.20) https://t.co/2ry3atO9uC pic.twitter.com/WOhLVIN6PS
— ANI (@ANI) January 20, 2020
આ દરમિયાન મંત્રી પી.સી. શર્મા અને કોંગ્રેસ નેતા વચ્ચે શાંબ્દિક પ્રહારો શરૂ થયા હતા. પીસી શર્માએ પાર્ટીનાં અધિકારીને ઉંચેથી બોલવા બદલ ઠપકો આપ્યો હતો અને તેને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. આ પછી, પીસી શર્માએ તેમને બળજબરીથી કલેક્ટર કચેરી પરિસરમાંથી બહાર નિકાળી દીધા હતા. આ સમગ્ર હોબાળા દરમિયાન કોંગ્રેસ નેતાએ પીસી શર્મા મુર્દાબાદનાં નારા પણ લગાવ્યા હતા. જોકે, બાદમાં શૈલેન્દ્ર વર્માએ પીસી શર્મા પાસે માફી માંગી હતી અને તેમની સમસ્યા રાખી હતી. આ અંગે મંત્રીએ કલેક્ટર અને એસપીને સમસ્યા અંગે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. પછી મામલો થાળે પડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
