Ahmedabad News/ અમદાવાદ મકરબાની ફેઈથ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હોબાળો, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ દર્દીના રિપોર્ટ તૈયાર કર્યા હતા, જેમાં તેમના મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: શહેરના મકરબા વિસ્તારમાં આવેલી ફેઈથ હોસ્પિટલમાં 31 વર્ષીય દર્દીના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલની કામગીરી અને સારવારની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

દાણીલીમડા વિસ્તારના રહેવાસી 31 વર્ષીય દર્દીને ફેઈથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરોએ દર્દીના રિપોર્ટ તૈયાર કર્યા હતા, જેમાં તેમના મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ દર્દીને એન્જીયોગ્રાફી માટે મોકલ્યા હતા. જોકે, પરિવારજનો મુજબ, ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીના મગજમાં ગાંઠ ફૂટી ગઈ, જેના પરિણામે તેમની હાલત ગંભીર બની હતી.

ગંભીર સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પણ તેમનો જીવ બચાવી શકાયો નહીં. દર્દીના મોતના સમાચાર મળતાં જ પરિવારજનો અને સ્થાનિક લોકોએ ફેઈથ હોસ્પિટલ ખાતે ભેગા થઈ ડોક્ટરો અને હોસ્પિટલ વહીવટીતંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે હોસ્પિટલની સારવાર પદ્ધતિ અને ડોક્ટરોની બેદરકારીને દર્દીના મોત માટે જવાબદાર ગણાવી હતી.

પરિવારજનોએ આરોપ લગાવ્યો કે હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીની ગંભીર સ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરી ન હતી. તેમનું કહેવું છે કે ગાંઠનું નિદાન થયા બાદ પણ ડોક્ટરોએ સમયસર અને યોગ્ય સારવાર ન આપી, જેના કારણે ગાંઠ ફૂટી અને દર્દીની હાલત વણસી ગઈ. પરિવારે માંગ કરી છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો

આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી 

આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો