@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં ઈલેક્ટ્રીક વિહિકલને પ્રાધાન્ય આપવા માટે સુરત શહેરમાં વિવિધ જગ્યા પર 48 જેટલા ચાર્જિંગ સ્ટેશન પાલિકાએ કોન્ટ્રાક્ટ આપી અને બનાવડાવ્યા છે.જેમાં મોટાભાગના ચાર્જિંગ સ્ટેશન ઉપયોગમાં નહીં લેવાતા ધૂળ ખાઈ રહ્યા છે.
સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઈલેક્ટ્રીક વિહિકલોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.ત્યારે ફાસ્ટ ચાર્જિંગ થઈ શકે તે માટે સુરત મહાનગરપાલિકાએ 48 જેટલા ચાર્જિંગ સ્ટેશનો સ્થાપ્યા છે કોન્ટ્રાક્ટ આપી અને બનાવેલા આ ચાર્જિંગ સ્ટેશન ની હાલત ખુબ ખરાબ જોવા મળી રહી છે.મોટાભાગના ચાર્જીંગ સ્ટેશન નો ઉપયોગ નહીં થવાથી ધૂળ ધૂળ ખાઈ રહ્યા છે.. લોકો પોતાના ઘરે વાહનો ચાર્જિંગ કરતા હોવાથી આ ચાર્જિંગ સ્ટેશન નો ઉપયોગ નહીંવત થઈ રહ્યો છે.
જોકે આ ચાર્જિંગ સ્ટેશનમાં મૂકેલી સુવિધા લોકો માટે અતી આવશ્યક છે. આઠ કલાકમાં ઘરે ચાર્જિંગ થાય તેટલું એક કલાકની અંદર આ ચાર્જિંગ સ્ટેશનમાં વાહનની અંદર ચાર્જિંગ થઈ જાય છે. પરંતુ સુરત મહાનગરપાલિકાએ બનાવેલા 48 ચાર્જિંગ સ્ટેશનમાં લોકો ચાર્જિંગ કરવા ઓછા આવતા અનેક જગ્યાએ ચાર્જિંગ સ્ટેશનને લોકોએ ખાનગી રીતે ઉપયોગમાં લઈ લીધા છે.
સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલા કિરણ ચોક પાસે બનાવવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશનમાં લોકો ચાર્જિંગ કરવા નહીં આવતા ફેરીયાઓ કપડા વેચી રહ્યા છે.સાથે આસપાસ અનેક ખાનગી વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા છે.જેથી કોઈને પણ ચાર્જિંગ કરવા આવવું હોય તો પણ આવી ન શકે તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને આ ચાર્જિંગ સ્ટેશન હાલ ચબૂતરા જેવી સ્થિતિમાં નિર્માણ પામ્યું છે.કારણ કે લોકો પક્ષીઓ માટે ચણ પણ ત્યાં જ નાખી જાય છે.જેથી કરીને સુરત મહાનગરપાલિકાએ લાખોના ખર્ચે બનાવેલા ચાર્જિંગ સ્ટેશન હાલ ધૂળ ખાઈ રહ્યા છે.
આ પણ વાંચો:ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી
આ પણ વાંચો:કડોદરામાં ત્રીજા માળેથી મહિલા પટકાતા મહિલા મોતને ભેટી
આ પણ વાંચો:ડાંગમાં એક સાથે 20 જેટલા બાળકોની તબિયત લથડી, સુબિરના CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા

