બપોરના મોટા સમાચાર મુજબ CRPFએ જમ્મુ-કાશ્મીરમાં 175 આતંકીઓને ઠાર કર્યા છે. આ સાથે 1 માર્ચ 2021થી 16 માર્ચ 2022 સુધીમાં અત્યાર સુધીમાં 183ની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ સમય દરમિયાન, ફોર્સે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ (LWE) સામે લડી રહેલા રાજ્યોમાં અનેક મોટા ઓપરેશન ચલાવીને 19 નક્સલવાદીઓને માર્યા, જ્યારે 699ની ધરપકડ કરવામાં આવી છે.
ઉપરોક્ત તમામ માહિતી CRPFના ડીજી કુલદીપ સિંહે આપી છે. તે જ સમયે, તેમણે એ પણ માહિતી આપી કે કાર્યવાહીમાં શહીદ થયેલા સૈનિકોને 20 લાખથી વધારીને 30 લાખ અને અન્ય તમામ કેસોમાં 15 લાખથી વધારીને 20 લાખ કરવામાં આવ્યા છે.
It is not as if the situation is out of hand. After the abrogation of Article 370, the incidents of stone-pelting are almost nill. There is a decrease in the infiltration of foreign terrorists and attacks: DG CRPF Kuldiep Singh on the security situation in Jammu and Kashmir pic.twitter.com/3qAOosa5U4
— ANI (@ANI) March 17, 2022
જણાવી દઈએ કે CRPF આવતા શનિવારે જમ્મુના M A સ્ટેડિયમમાં તેની વાર્ષિક 83મી રાઈઝિંગ ડે પરેડનું આયોજન કરશે. ખાસ વાત એ છે કે, આ પહેલીવાર છે જ્યારે CRPF ફોર્સ દિલ્હી-NCRની બહાર તેનો વાર્ષિક દિવસ ઉજવી રહ્યું છે. તે જ સમયે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે.
આ પણ વાંચો:‘આજે હું એવો નિર્ણય લઈશ, જે ક્યારેય ન લેવાયો’, ભગવંત માને મુખ્યમંત્રી બનતાની સાથે જ કરી જાહેરાત
આ પણ વાંચો:નવજોત સિંહ સિદ્ધુનું રાજકારણ શું છે? ભગવંત માને વખાણ કરતા કહ્યું, નવા યુગની શરૂઆત
આ પણ વાંચો:હરભજન સિંહ હશે AAPના રાજ્યસભાના ઉમેદવાર, પંજાબમાં સરકાર બનતાની સાથે જ કેજરીવાલનો નિર્ણય
આ પણ વાંચો:રાજસ્થાન સરકાર પર નવા જિલ્લા બનાવવાનું દબાણ વધ્યું, સીએમ ગેહલોતે ભર્યું આ પગલું
