Morbi News : મોરબીના ટંકારા સ્થિત લાજઈ વિલેજ GIDC ભરડીયા રોડ શ્રી સંકલ્પ ગોડાઉન સામેના ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી SMCના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 11,81,414 ની કિંમતની દારૂની 2,147 બોટલો કબજે કર્યો હતો.
આ કેસમાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનારા અને ગોડાઉન ભાડે રાખનારા રાજસ્થાનના કમલેશ એચ.રામ અને દારૂનો જથ્થો મોકલનારા બે શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો: વડોદરાની 3 સ્કૂલને બોમ્બની ધમકી! પોલીસ તપાસ શરૂ
આ પણ વાંચો: વડોદરામાં વિવિધ માર્ગ અકસ્માતમાં પાંચનાં મોત
આ પણ વાંચો: વડોદરાના પાણીગેટ અજબડી મિલમાં લાગી આગ 12 કાર બળીને ખાખ