ઉત્તર પ્રદેશમાં ગત વર્ષે થયેલી બુલંદશહર હિંસામાં હવે આરોપીઓ પર રાદ્રોહની કલમ લગાવી દેવામાં આવી છે. બુલંદશહર હિંસા મામલામાં યોગી સરકારે લગભગ 44 આરોપીઓની વિરુદ્ધ રાજદ્રોહની કલમ લગાવવાની મંજૂરી આપી દીધી છે. પોલીસે આને કોર્ટમાં દાખલ કરી દીધુ છે. સુત્રોનું કહેવુ છે કે આ પગલુ યોગી સરકારે ઉઠાવ્યુ છે. ગત વર્ષે એટલે કે 3 ડિસેમ્બર 2018નાં રોજ બુલંદશહરનાં સ્યાનામાં ગોકશીની શંકામાં હિંસા થઇ હતી. જેમા પોલીસ ઈંન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની ગત્યા કરી દેવામાં આવી હતી.
સુત્રોનાં જણાવ્યા મુજબ બુલંદશહર હિંસા મામલામાં તપાસ અધિકારી રાધવેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે, મને તંત્રથી 44 આરોપીઓની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી મળી ગઇ છે. આજે મને સ્વીકૃતિ પત્ર મળ્યો છે, જેને કોર્ટમાં જમા કરી દેવામાં આવેલ છે. પોલીસે આ કેસને લઇને 44 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી દીધી છે.
Raghavendra Mishra, Investigation officer in Bulandshahr violence case of 2018 says,"I have got the approval of administration for placing section 124-A (sedition charge) against 44 accused. Today I received approval letter which has been submitted in the court." pic.twitter.com/ekZpxPwlBX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 28, 2019
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ 3 ડિસેમ્બર 2018નાં રોજ બુલંદશહરમાં ગોકશીની જાણકારી મળતા ભીડ ઉગ્ર ની ગઇ હતી. આ જાણકારી મળતા ભીડ પોલીસ ચોકી ચિંગરાવઠી વિસ્તારમાં પહોચી ગઇ હતી. અમુક લોકો ટ્રેક્ટર અને ટ્રોલીમાં અવશેષ લઇને આવી રહ્યા હતા અને ચોકી પર પથરાવ કરવા લાગ્યા હતા. ભીડ એટલી ઉગ્ર હતી કે આગ અને પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. આ દરમિયાન ઈન્સ્પેક્ટર સુબોધ કુમાર સિંહની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
