Morbi News/ મોરબીમાં SMC ની ટીમે પિસ્ટલ અને કાર્ટીજીસ સાથે આરોપીની ધરપકડ કરી

પોલીસે શસ્ત્રો મોબાઈલ અને રોકડ રકમ મળીને 41 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

Top Stories Gujarat

Morbi News : SMC મા અધિકારીઓને માહિતી મળી હતી કે મોરબીના ટંકારા, મફતીયા પરા ખીજડીયા ચોકડી ખાતે સશ્ત્રો રાખવામાં આવ્યા છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથીરૂ.25,000ની કિંમતની પિસ્ટલ, સ્ટાર્ટર, 1 કાર્ટીજ, રૂ.10,680 રોકડા અને મોબાઈલ મળીને કુલ રૂ. 41,830 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં રઝાક ઉર્ફે કાલુ હસનભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. આરોપી મફતીયા પરા ટંકારાપોલીસ લાઈન નજીક રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપી આ શસ્ત્રો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ટંકારા પોલીસ આગળની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં આરોપી નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જામીન મળ્યા

આ પણ વાંચો: જજે ફરજના છેલ્લા દિવસે કોર્ટમાં આત્મહત્યા કરી,નવા વર્ષ પહેલા જ્યોર્જિયાથી ખરાબ સમાચાર આવ્યા

આ પણ વાંચો: પિતાએ બપોરે સૂઈ જવાને બદલે અભ્યાસ કરવા ઠપકો આપતા યુવતીની આત્મહત્યા