Atul Subhash suicide case/ અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં આરોપી નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જામીન મળ્યા

એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસના આરોપી નિકિતા સિંઘાનિયા, તેની માતા અને ભાઈને બેંગલુરુ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આરોપીઓએ કોર્ટમાં જામીનની માંગણી કરી હતી.

Top Stories India Breaking News

અતુલ સુભાષે પત્ની સાથેના વિવાદને કારણે 9 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી. આત્મહત્યા કરતા પહેલા તેણે એક લાંબો વીડિયો મેસેજ જાહેર કર્યો હતો.

આરોપીઓની 15 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. અતુલ સુભાષના ભાઈ વિકાસ મોદીએ કહ્યું કે જો આ આરોપીઓ જેલમાંથી બહાર આવશે તો તપાસને અસર થશે. તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. પુરાવાનો નાશ કરી શકે છે. તેમણે કહ્યું કે તેમના પરિવારે સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે. આ મામલામાં 7 જાન્યુઆરીએ સુનાવણી છે. તેમણે કહ્યું કે અતુલ સુભાષનો ચાર વર્ષનો પુત્ર ગુમ છે. તેમનું કહેવું છે કે ધરપકડ પહેલા બાળક નિકિતા સાથે હતો, હવે તે ગુમ છે. જોકે 7 જાન્યુઆરી પહેલાં જ આરોપીઓને જામીન મળી ગયા.

એઆઈ એન્જિનિયર અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં આરોપી નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા અને ભાઈને જામીન મળી ગયા છે. બેંગલુરુ સિટી સિવિલ કોર્ટે નિકિતા સિંઘાનિયા, નિશા સિંઘાનિયા અને અનુરાગ સિંઘાનિયાને જામીન આપ્યા છે. તમામ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેનો ફરિયાદ પક્ષે વિરોધ કર્યો હતો.

કર્ણાટક પોલીસે 15 ડિસેમ્બર 2014ના રોજ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાની હરિયાણાના ગુરુગ્રામમાંથી જ્યારે અન્ય આરોપીઓની પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય પર અતુલ સુભાષને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસની મોટી કાર્યવાહી, નિકિતા સિંઘાનિયા સહિત માતા અને ભાઈની કરી ધરપકડ

આ પણ વાંચો: અતુલ સુભાષ આત્મહત્યા કેસ : નિકિતા સિંઘાનિયાએ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી

આ પણ વાંચો: અતુલ સુભાષ આત્મહત્યા કેસઃ એન્જિનિયરની પત્ની અને સાસરિયા ફરાર થવાની ફિરાકમાં