Not Set/ મોટા ઉપાડે લોકસભા લડવા નીકળેલા કોંગ્રેસનાં MLA પોતાનાં વિસ્તારમાં પણ લીડ ન મેળવી શક્યા!

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આજે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે ગુજરાતની 26 બેઠકો પરથી ભાજપનાં ઉમેદવારો સામે કોંગ્રેસનાં ઉમેદવારોનો કારમો પરાજય તો થયો જ પરંતુ જાહેર થયેલા પરિણામોમાં એક દિલચસ્પ બાબત જાણમાં એ આવી છે કે, કોંગ્રેસનાં જે ધારાસભ્યો લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવા નીકળ્યા હતા. […]

Top Stories Gujarat Others

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આજે જ્યારે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયું ત્યારે ગુજરાતની 26 બેઠકો પરથી ભાજપનાં ઉમેદવારો સામે કોંગ્રેસનાં ઉમેદવારોનો કારમો પરાજય તો થયો જ પરંતુ જાહેર થયેલા પરિણામોમાં એક દિલચસ્પ બાબત જાણમાં એ આવી છે કે, કોંગ્રેસનાં જે ધારાસભ્યો લોકસભા ચૂંટણીમાં સાંસદ બનવા નીકળ્યા હતા. તેમને પોતાના મત વિસ્તારમાંથી મત જ મળ્યા નથી! મતલબ કે, કોંગ્રેસનાં ગઢમાં જ્યાં કોંગ્રેસનાં ધારાસભ્યો છે એ કોંગ્રેસનાં ધારાસભ્યો સાંસદ બનવા નીકળી પડતા જનતાએ તેમને જાકારો આપ્યો છે અને ભારતીય જનતા પક્ષને પ્રચંડ બહુમતીથી વિજયના આશિર્વાદ આપ્યા છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની ભોળી-ભલી જનતાને નાત-જાતનાં નામે ડરાવી-ધમકાવી-ફોસલાવી બની બેઠેલા કોંગ્રેસનાં મોટાભાગનાં ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં પ્રજા કાર્યો કરવામાં નિષ્ફળ રહ્યાં છે અને અધૂરામાં પૂરું તેઓ આ લોકસભા ચૂંટણીમાં સાંસદ બની દિલ્હી જવાના સપના જોઈ રહ્યા હતા. વિધાનસભાની જેમ જ લોકસભામાં પણ જીત મેળવી લેશે એવા મુંગેરી લાલનાં સપના સાથે કોંગ્રેસનાં મોટાભાગનાં ધારાસભ્યો લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા પરંતુ અફસોસ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હોય કે વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણી હોય કે પછી લલિત કગથરા કે લલિત વસોયા હોય. તમામ કોંગ્રેસના નેતાઓ કે જેઓ 2017 વિધાનસભા ચૂંટણી પોતાના મત વિસ્તારમાંથી જીત્યા હતા તેઓ 2019 લોકસભા ચૂંટણીમાં પોતાના મત વિસ્તારમાં મત મેળવવામાં નિષ્ફળ નીવડ્યા છે. જી હા, લોકસભા ચૂંટણી લડવા ઉભેલા કોંગ્રેસનાં કહેવાતા નેતાઓને પોતાના મત વિસ્તારમાં જ મત નથી મળ્યા એ ઉડીને આંખે વળગે એવી વાત છે. મતલબ કે, કોંગ્રેસનાં ગઢમાં ગાબડું નહીં પણ ભૂકંપ આવ્યો છે એમ કહી શકાય.

વિપક્ષના કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી વિધાનસભામાં અમરેલીનું પ્રતિનિધિત્વ કરે છે પણ તેઓ પોતાના મત વિસ્તાર અમરેલીમાંથી 20000 મતથી પાછળ રહ્યાં છે. એવા જ કઈક હાલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં થયા છે તેઓ પણ પોતાના મત વિસ્તાર અંક્લાવથી 19700 મતથી પાછળ રહ્યા છે તો ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયા પોતાના મત વિસ્તાર ધોરાજીમાં 4000 અને ટંકારાનાં ધારાસભ્ય લલિત કગથરાને પોતાના મત વિસ્તાર ટંકારામાં 16000 મતથી પાછળ રહ્યાં છે. આ સિવાય છોટાઉદેવપુરનાં મોહનસિંહ રાઠવા 26000, વિસાવદરનાં હર્ષદ રાબડીયા 5500, ઉનાનાં પૂંજા વંશ 29000, લીંબડીનાં સોમા પટેલ 31000, કપ્રડાનાં જીતું ચૌધરી 31000 અને ગાંધીનગર નોર્થનાં સી.જે. ચાવડા 30000 સહિતનાં કોંગ્રેસનાં ધારાસભ્યો જેઓ લોકસભા ચૂંટણીમાં ઉભા રહેલા તેઓ પોતપોતાના મત વિસ્તારમાં પાછળ રહ્યાં છે. સાંસદ બનવા નીકળેલા તમામ કોંગ્રેસી નેતાઓને પોતાના વિસ્તારમાં જ હારનો કારમો સામનો કરવો પડ્યો છે જે આ લોકસભા ચૂંટણીનાં જાહેર થયેલા ગુજરાતનાં પરિણામમાં સૌથી દિલચસ્પ બાબત રહી છે.