vadodara suicide case/ વડોદરા સામુહિક આપઘાત કેસઃ જ્યોતિષના ચક્કરમા ફસાયેલા ભાવિન સોનીનું પણ મોત, કુલ મૃતકાંક 5 થયો

સામૂહિક આત્મહત્યાનો માર્ગ અપનાવનાર વડોદરાનો સોની પરિવાર આખેઆખો વિખેરાઈ ગયો છે. વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કિસ્સામાં ભાવિન સોનીનું પણ મોત થયું છે. આ સાથે જ મોતનો આંકડો 5 પર પહોંચ્યો છે. આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. તો ગઈકાલે તેમના માતા દિપ્તી સોનીનું મોત નિપજ્યું હતુ. ભાવિન સોનીના મૃતદેહને લેવા માટે તેમના […]

Top Stories Gujarat Vadodara

સામૂહિક આત્મહત્યાનો માર્ગ અપનાવનાર વડોદરાનો સોની પરિવાર આખેઆખો વિખેરાઈ ગયો છે. વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કિસ્સામાં ભાવિન સોનીનું પણ મોત થયું છે. આ સાથે જ મોતનો આંકડો 5 પર પહોંચ્યો છે. આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. તો ગઈકાલે તેમના માતા દિપ્તી સોનીનું મોત નિપજ્યું હતુ. ભાવિન સોનીના મૃતદેહને લેવા માટે તેમના સ્વજનો પહોંચ્યા છે. સ્વજનોએ તેમના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મરતા પહેલા તેમણે જ્યોતિષીઓને ઉઘાડા પાડતા 32 લાખની છેતરપીંડી કરનારા જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. સામૂહિક આત્મહત્યા કેસમાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમના પત્ની દીપ્તિ સોની, પૌત્ર પાર્થ સોની અને પુત્રી રિયા સોનીનું મોત થયું હતું. તો પુત્રવધુ ઉર્વી સારવાર હેઠળ છે, જોકે તેમની હાલત ગંભીર છે.

ભાવિન ગઇકાલથી વેન્ટિલેટર પર હતો. જ્યારે ભાવિનની પત્ની ઉર્વીની હાલત ગંભીર છે. આમ હવે સોની પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ જીવીત છે. આ ચકચારી બનાવમાં પરિવારને મકાન ખરીદનાર રૂપિયા 23.50 લાખ 4 માર્ચે પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ, નાણાંની વ્યવસ્થા ન થતાં પરિવારે 3 માર્ચના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. પરિવારના મોભી નરેન્દ્રભાઇ સોનીએ 2 માર્ચેની રાત્રે પરિવારના સભ્યોને ભેગા કરીને 3 માર્ચના રોજ આપઘાત કરીને લેવાનું નક્કી કર્યું હતું. બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઇડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી.

નરેન્દ્રભાઇએ મંગળ બજારની દુકાન વેચી નાખી હતી

30-35 વર્ષ પહેલાં નરેન્દ્રભાઇ સોનીની મંગળ બજારમાં મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સ નામની પ્લાસ્ટીકની ભાડાની દુકાન હતી. જે દુકાનના માલિક કનૈયાલાલ ખંડેલવાલ હતા. જેઓની દુકાનની બાજુમાં અમારી માલિકીની દુકાન હતી. જે દુકાનના અમને રૂપિયા 11 લાખ મળતા અમે દુકાન ખાલી કરી દીધી હતી, ત્યાર બાદ નરેન્દ્રભાઇએ મુન્શીના ખાંચામાં અલી ટ્રેડર્સ નામની દુકાનમાં નોકરી કરવાનું શરૂ કર્યું હતું અને અમારી દુકાનના મળેલા રૂપિયા 11 લાખમાંથી રૂપિયા 8 લાખના ખર્ચે સ્વાતિ સોસાયટીની માલિકીના મકાનમાં રિનોવેશન કરાવ્યું હતું અને બાકી વધેલા રૂપિયા 3 લાખ મંગળ બજારમાં એક સિંધી વેપારી સાથે તાળાં-ચાવીનો ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. ત્રણેક વર્ષ સુધી ધંધો ભાગીદારીમાં કર્યાં બાદ સિંધી ભાગીદાર સાથે મન દુઃખ થતાં છૂટા થઇ ગયા હતા. ત્યાર બાદ તેઓ ઘરે જ રહેતા હતા.

મકાન વેચવા માટે સોદો નક્કી કર્યો

ધંધો બંધ કર્યાં બાદ નરેન્દ્રભાઇ સોનીને એચ.એસ.બી.સી. બેંક, આવાસ ફાઇનાન્સ અને જના ફાઇનાન્સ કંપનીઓમાંથી સ્વાતી સોસાયટી ખાતેના માલિકીના મકાન ઉપર લોન લીધી હતી, પરંતુ, કોઇ કામ ધંધો ન હોવાના કારણે લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ થઇ ગયા હતા અને દેવું વધવા લાગ્યું હતું. દેવામાંથી બહાર નીકળી જવા માટે નરેન્દ્રભાઇએ પોતાનું માલિકીનું મકાન રૂપિયા 40 લાખમાં વેચવા માટે ડિસેમ્બર-2018માં સ્થાનિક અખબારોમાં જાહેરાત આપી હતી. મકાનની જાહેરાત આપ્યા બાદ મકાન લે-વેચનું કામ કરતા રાજેશ રાઠોડ દ્વારા અશોકભાઇ મિસ્ત્રી અને તેમના પુત્ર સંજય મિસ્ત્રીનો સંપર્ક થયો હતો અને વર્ષ-2019માં અશોકભાઇ મિસ્ત્રી સાથે રૂપિયા 25 લાખમાં સ્વાતી સોસાયટીનું માલિકીનું મકાન વેચવા માટે સોદો નક્કી કર્યો હતો.