Not Set/ ગુજરાતમાં આજે મોદી v/s રાહુલ, પહેલી વાર એક જ સ્થળ પર ગજવશે જાહેરસભાઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ચુંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે બુધવારે ગુજરાતમાં પહેલી વાર બે રાષ્ટ્રીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ એક જ સ્થળે જાહેરસભાઓ ગજવશે. હકીકતમાં, વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ હાલ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ચુંટણીને લઇ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે બુધવારે ગુજરાતમાં પહેલી વાર બે રાષ્ટ્રીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ એક જ સ્થળે જાહેરસભાઓ ગજવશે. હકીકતમાં, વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે અને તેઓ સોમનાથ સહિત ચાર જગ્યાએ સભાને સંબોધશે, જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે.

મહત્વની વાત એ છે કે, બપોરે જયારે ૧ વાગ્યે રાહુલ ગાંધી જયારે સોમનાથ મંદિરે દર્શન કરવા પહોચશે ત્યારે પીએમ મોદી પણ સોમનાથથી થોડાક અંતર દુર એક ગામમાં રેલીને સંબોધિત કરતા હશે.

પીએમ મોદી આજે ચાર જાહેરસભાને કરશે સંબોધિત :

  • મોરબી – 9 વાગ્યે
  • પ્રાચી – 11 વાગ્યે
  • પાલિતાણા – 1.30 વાગ્યે
  • નવસારી –  3.30 વાગ્યે

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ :

  • 1 વાગ્યે: સોમનાથ મંદિરના દર્શન કરવા પહોચશે.
  • 1:30 વાગ્યે : સોમનાથ મંદિરની બહાર સભા
  • 3 વાગ્યે : જુનાગઢની ભેસનમાં કોલેજ ગ્રાઉન્ડમાં સભા
  • 4:30 વાગ્યે : અમરેલીના વાયમ મંદિર ગ્રાઉન્ડમાં સભા
  • 7 વાગ્યે : અમરેલીમાં ફોરવર્ડ સ્કૂલ સર્કલમાં જનસભા