એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન સમાચારોની હેડલાઇન બની સામે આવી રહ્યું છે. તેમણે અધિકારીઓને ચેતવણી આપી છે અને કહ્યું છે કે, જો તેઓ આઠ દિવસમાં કામ પૂર્ણ નહીં કરે તો તેઓ લોકોને કહેશે કે કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈને અધિકારીઓની ધોકાવાળી કરો. આ નિવેદન નિતિન ગડકરીએ લઘુ ઉદ્યોગ ભારતી નાગપુરમાં આયોજિત સમ્મેલન માં આપી હતી.
એમએસએમઇ ક્ષેત્રમાં કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયેલ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે તેમણે તાજેતરમાં કેટલાક અધિકારીઓને ચેતવણી આપી હતી કે જો કેટલીક બાબતોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો તેઓ લોકોને ધધોકાવાળી કરવાનું કહેશે.
તમે ચોર છો: ગડકરી
નીતિન ગડકરીએ કહ્યું, ‘આપણી પાસે આ ઇજારા શાહી કેમ છે. આ બધા ઇન્સ્પેક્ટર કેમ આવે છે. તેઓ લાંચ લે છે. હું તેના મોં પર કહું છું કે તમે સરકારી નોકર છો, હું જાહેર જનતા દ્વારા ચૂંટાયો છું. હું લોકોને જવાબદાર છું. જો તમે ચોરી કરો છો, તો હું કહીશ કે તમે ચોર છો. ‘
નીતિન ગડકરીએ આ દરમિયાન કહ્યું, ‘આજે મારી આરટીઓ ઓફિસમાં એક બેઠક હતી, જેમાં ડિરેક્ટર અને ટ્રાન્સપોર્ટ કમિશનરે ભાગ લીધો હતો. મેં તેમને કહ્યું હતું કે તમારે આ સમસ્યાને આઠ દિવસની અંદર નિરાકરણ લાવવું જોઇયે. નહીં તો હું લોકોને કાયદો હાથમાં લેવાની અને ધોકાવાળી કરવાનું કહીશ. તેમણે વધુમાં કહ્યું કે તેમના શિક્ષકોએ શીખવ્યું છે કે જે ન્યાય નહીં આપે તે સિસ્ટમ ફેંકી દો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
