કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ વચ્ચે ફરી એકવાર સરકાર પર કોરોના રસીકરણ માટે નિશાન સાધ્યું છે. તેમણે રસીકરણ અંગે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ ટિ્વટ કરી કહ્યું, “બસ દરેક દેશવાસી સુધી રસી પહોંચાડી દો, પછી ભલે મન કી બાત સંભળાવો! પોતાના ટ્વિટમાં તેમણે રસીકરણ સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં દ્વારા બતાવવામાં આવ્યું છે કે દેશમાં દરરોજ સરેરાશ ત્રણથી ચાલીસ લાખ લોકોને રસી અપાય છે. વચ્ચે, રસીકરણની સંખ્યા એક કે બે દિવસ વધે છે અને પછી તે નીચે આવે છે.
बस हर देशवासी तक वैक्सीन पहुँचा दो,
फिर चाहे मन की बात भी सुना दो!#VaccinateIndia pic.twitter.com/IIEgzyBK61— Rahul Gandhi (@RahulGandhi) June 27, 2021
આ પણ વાંચો :આજથી ત્રણ દિવસીય લદ્દાખનાં પ્રવાસે રાજનાથ સિંહ, સીમા પરની તૈયારીઓનું કરશે નિરીક્ષણ
રાહુલ ગાંધીએ શનિવારે પણ કેન્દ્ર વિરુદ્ધ નિવેદન જારી કર્યું હતું. તેમણે લખ્યું છે કે કોવિડ મહામારીમાં પણ દેશની સેવામાં રોકાયેલા 113 લાખ કર્મચારીઓની હિંમત વધારવાને બદલે કેન્દ્ર સરકાર તેમની મહેનતની રકમ છીનવવાનો પ્રયાસ કરી રહી છે. સૈનિકો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પાસેથી રૂપિયા 37,500 કરોડની લૂંટ ચલાવવી એ ગુનો છે.
कोविड महामारी में भी देश सेवा में जुटे 113 लाख कर्मचारियों का साहस बढ़ाने की बजाय केंद्र सरकार उनकी मेहनत की कमाई छीनने में लगी है।
सैनिकों, सरकारी कर्मचारियों व पेंशनर्स से ₹37,500 करोड़ की लूट करना अपराध है।#Release_DA_and_DR
— Rahul Gandhi (@RahulGandhi) June 26, 2021
આ પણ વાંચો : બે દિવસથી ગુમ થયેલ સોશિયલ મીડિયા ફેમ હિમાંશીનો યમુનામાંથી મળ્યો મૃતદેહ
મન કી બાત દરમિયાન પીએમ મોદીએ કોરોના રસીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તમામ લોકોએ રસી લગાવી જોઈએ અને મૂંઝવણ ફેલાવતા લોકોને ટાળવું જોઈએ, કારણ કે જો તમને રસી ન લગાવો તો તે વધુ જોખમી બની શકે છે.
દેશમાં રસીકરણની સ્થિતિ
કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા રસીકરણની ગતિ ઝડપી બનાવવાના પ્રયાસો ચાલુ છે. 21 જૂનથી દેશભરમાં રસીકરણના નવા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રસીના 31.51 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, તેમજ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીના 1.15 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો :PM મોદી ‘મન કી બાત’ કાર્યક્રમ મિલ્ખા સિંહને યાદ કરતા કહ્યું – કોરોનાએ છીનવી લીધા..
આ પણ વાંચો :સરકારે મે માં આપ્યું હતું 216 કરોડ ડોઝનું વચન, હવે કહ્યું – 135 કરોડ ડોઝ મળશે
