Not Set/ video: થોડી તો ધીરજ ધરો વાલા…હિમાલયા મોલમા વાહન પાર્ક કરતા પહેલા પાર્કિંગ ચાર્જ વસુલાયો

અમદાવાદ, મોલ અને મલ્ટીપ્લેક્સની બહાર ૧ કલાક માટે ફ્રી પાર્કિંગ અને ત્યારબાદ નિર્ધારિત રકમ મુજબની પાર્કિંગ ફી વસૂલવાના હાઇકોર્ટના હુકમનું અમલીકરણ થઇ રહ્યું છે કે નહિ તેની ખરાઈ કરવા માટે મંતવ્ય ન્યુઝ ચેનલની ટીમે અમદાવાદ શહેરના હિમાલયા મોલની મુલાકાત લીધી હતી. હાઇકોર્ટના હુકમનો પાર્કિંગના સંચાલકો દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. પાર્કિંગની ફી ઉઘરાવતા […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

મોલ અને મલ્ટીપ્લેક્સની બહાર ૧ કલાક માટે ફ્રી પાર્કિંગ અને ત્યારબાદ નિર્ધારિત રકમ મુજબની પાર્કિંગ ફી વસૂલવાના હાઇકોર્ટના હુકમનું અમલીકરણ થઇ રહ્યું છે કે નહિ તેની ખરાઈ કરવા માટે મંતવ્ય ન્યુઝ ચેનલની ટીમે અમદાવાદ શહેરના હિમાલયા મોલની મુલાકાત લીધી હતી.

હાઇકોર્ટના હુકમનો પાર્કિંગના સંચાલકો દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. પાર્કિંગની ફી ઉઘરાવતા સંચાલકોએ એક નવી સ્કીમ ચલાવીને લોકોને છેતરી રહ્યા છે.

વાહનચાલકો પાસેથી તેમના વાહન પાર્ક કરતા પહેલા જ પાર્કિંગ ફી ઉઘરાવી રહ્યા છે. વાહનચાલકોને એવી શરતે પાર્કિંગની કુપન આપી રહ્યા હતા કે જો કલાકમાં વાહનચાલક મોલની પાર્કિંગ માંથી પોતાનો વાહન લઈને પાછો નીકળશે તો તેના રૂપિયા તેને રિફંડ તરીકે મળશે.