લંડન,
વિમ્બલડનમાં નાદાલ અને જોકોવિચે આગેકુચ જાળવી રાખી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો ,જયારે સ્ટાન વાવરીન્કા અને મરીન ચિલિક વિમ્બલડન માંથી બહાર થયા હતા.વાવરીન્કા અને ફેબીઆનો વચ્ચે રમાયેલી મેચમાં વિઘ્ન આવતા તેને રોકીને ફરી શરુ કરવામાં આવી હતી જેમાં વાવરીન્કા નો ૬-૭(૭-૯),૩-૬,૬-૭(૬-૮)થી સીધા સેટમાં પરાજય થયો હતો,તેજ રીતે મરીન ચિલિક અને પેલો વચ્ચેની મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવતા મેચ રોકવી પડી હતી,ત્યારબાદ મરીન ચિલિક અને પેલો વચ્ચે મેરેથોન સેટમાં ભારે જહેમત બાદ પણ મરીન ચિલિકનો ૬-૩,૬-૧,૪-૬,૬-૭(૩-૭),૫-૭ થી પરાજય થયો હતો.
જયારે બીજી તરફ રફેલ નાદાલ અને કુકુસ્કિન વચ્ચે રમાયેલી મેચમાં નાદાલે ૬-૪,૬-૩,૬-૪ થી આસાન વિજય મેળવ્યો હતો.જયારે નોવાક જોકોવિચે પણ ઝેબલો સામે ૬-૧,૬-૨,૬-૩ થી આસાન વિજય મેળવ્યો હતો.
વિમેન્સ સિંગલમાં મુગુરુઝા અને એલિસન વાન સામે ૭-૫,૨-૬,૧-૬ થી પરાજય થયો હતો.આજે સેરેના વિલિયમ્સ ફ્રાંસની ક્રિસ્ટીના સામે ટકરાશે.જયારે મેન્સ સિંગલ્સમાં રોજર ફેડરર જર્મન ખેલાડી જેન લેનાર્દ સામે ટકરાશે.
