Viral Video/ બોલ્ડ થયા પછી બેટ્સમેન પણ ચોંકી ગયો, આ તે કેવો નાખ્યો બોલ, Video

બુધવારે પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચેની બિગ બેશ લીગ મેચમાં રેનેગેડ્સનાં બેટ્સમેન મેકેન્ઝી હાર્વેનો આઉટ થતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Sports
બેટ્સમેન થયો બોલ્ડ

બુધવારે પર્થ સ્કોર્ચર્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચેની બિગ બેશ લીગ મેચમાં રેનેગેડ્સનાં બેટ્સમેન મેકેન્ઝી હાર્વેનો આઉટ થતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મેચમાં મેલબોર્ન રેનેગેડ્સને 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જેસન બેહરેનડોર્ફ(Jason Behrendorff)નાં એક બોલથી તમામ લોકોને ચોંકાવી દીધા હતા. બેહરેનડોર્ફે આ મેચમાં માત્ર બે ઓવર નાંખી અને મેકેન્ઝી હાર્વેનાં રૂપમાં એકમાત્ર વિકેટ મેળવી.

આ પણ વાંચો – Retirement / ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સન્યાસ

બિગ બેશ લીગ ઉચ્ચ ગુણવત્તાની ક્રિકેટ માટે જાણીતી છે. જેસન બેહરનડોર્ફનાં બોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેણે મેકેન્ઝી હાર્વેને એવી રીતે બોલ્ડ કર્યો હતો કે જોનારા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ફુલ લેન્થ બોલ પર, મેકેન્ઝી ડિફેન્સિવ રીતે રમવા ગયો, પરંતુ બોલની લાઇન ચૂકી ગયો, ત્યારે જ બેઈલ હવામાં ઉડતી જોવા મળી હતી અને વિકેટનો આકાર બગડી જતો જોવા મળ્યો હતો. મેકેન્ઝી હાર્વેએ પોતાની ઇનિંગની બીજી જ બોલ રમી હતી. આ વીડિયો બિગ બેશ લીગનાં ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. ચાહકોએ તેની શાનદાર બોલિંગ માટે જેસન બેહરેનડોર્ફનાં વખાણ કર્યા છે, ચાહકોએ કહ્યું હતું કે, આટલી સારી બોલિંગ કર્યા પછી પણ તેને આખી ચાર ઓવર શા માટે ફેંકવા માટે આપવામાં આવી નથી.

આ પણ વાંચો – Cricket / મલિંગાનાં ડુપ્લિકેટે ક્રિકેટ જગતમાં મુક્યો પગ, યોર્કર જોઇ ભલ ભલા બેટ્સમેનનાં ઉભા થઇ જશે રૂંવાટા, Video

કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા કે, તેમને ઓસ્ટ્રેલિયાની ટીમમાં જગ્યા કેમ નથી મળી રહી. જ્યાં સુધી મેચની વાત છે ત્યાં સુધી પ્રથમ બેટિંગ કરતા પર્થ સ્કોર્ચર્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. સ્કોર્ચર્સ માટે મિચેલ માર્શે 53 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મેલબોર્ન રેનેગેડ્સ પાંચ વિકેટે 185 રન જ બનાવી શકી અને મેચ 21 રનથી હારી ગઈ.