Education/ એલડી એન્જી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ એન્જિનિયરિંગના કોર્સ  ઓફર કરશે

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ (LDCE) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ એન્જિનિયરિંગના કોર્સ ઓફર કરવા તૈયાર છે.

Top Stories Ahmedabad Education
236 2 એલડી એન્જી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ એન્જિનિયરિંગના કોર્સ  ઓફર કરશે

ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ (LDCE) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ એન્જિનિયરિંગના કોર્સ ઓફર કરવા તૈયાર છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને CM ભૂપેન્દ્ર પટેલ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન LDCE ના 75મા વર્ષની ઉજવણી ‘સમર્પણ’માં ઉપસ્થિત રહ્યા હતા, અને માહિતી આપી હતી.

વાઘાણીએ કહ્યું, “મુખ્યમંત્રી વતી, હું જાહેરાત કરું છું કે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં બે નવી ફેકલ્ટીની સ્થાપના કરવામાં આવશે, અને તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને રોબોટિક્સ એન્જિનિયરિંગના કોર્સ ઓફર કરશે.”

LDCE ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ માટે રૂ. 75 કરોડનું ભંડોળ એકત્ર કરવા પ્રતિબદ્ધ છે. અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈએ સંસ્થા માટે રૂ. 1 કરોડનું ફંડ આપ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસીની બીજી આવૃત્તિ પર ભાર મૂક્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવા માટે ઘણું કર્યું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી 2.0 એ વિદ્યાર્થીઓની નવીનતાઓને ટેકો આપવાની એક રીત છે અને અમને આશા છે કે આવનારા દિવસોમાં પણ આમ કરવાનું ચાલુ રાખીશું,”

Gujarat / પાકિસ્તાન દ્વારા ૨૦ ભારતીય માછીમારો મુક્ત, ટૂંક સમયમાં આવશે વતન