પંજાબ/ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સીએમ ભગવંત માનને મળ્યા, જીત માટે અભિનંદન આપ્યા

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત ચંદીગઢમાં થઈ હતી.

Top Stories India
પંજાબ

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત ચંદીગઢમાં થઈ હતી. ચરણજીત સિંહ ચન્નીએ ભગવંત માનને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આપને જણાવી દઈએ કે પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPએ જોરદાર જીત મેળવી છે. AAPને 117માંથી 92 બેઠકો મળી છે. બીજી તરફ કોંગ્રેસને 18, ભાજપને 2, શિરોમણી અકાલી દળને 3 અને અન્યને 2 બેઠકો મળી હતી.

ઐતિહાસિક જીત બાદ ભગવંત માને 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 19 માર્ચે કેબિનેટની રચના કરવામાં આવી હતી. કેબિનેટમાં 10 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નેતાઓએ ચંદીગઢમાં શપથ લીધા.

ચરણજીત સિંહ ચન્ની બંને સીટો પરથી હારી ગયા

ચરણજીત સિંહ ચન્ની વિશે વાત કરીએ તો આ ચૂંટણી તેમના માટે ખૂબ જ ખરાબ રહી છે. તેઓ માત્ર સત્તા ગુમાવ્યા જ નહીં પરંતુ બંને બેઠકો પરથી ચૂંટણી પણ હારી ગયા. ચરણજીત સિંહ ચન્નીએ ભદૌર અને શ્રી ચમકૌર સાહિબથી ચૂંટણી લડી હતી. તેમા પરાજય થયો હતો. ચન્નીને ચૂંટણીના થોડા મહિના પહેલા જ સીએમ પદ સોંપવામાં આવ્યું હતું. તેમને કેપ્ટન અમરિંદર સિંહના સ્થાને આ પદ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:નવાબ મલિકની મુસીબતો ઓછી ન થઈ, જ્યુડિશિયલ કસ્ટડી 4 એપ્રિલ સુધી લંબાવી