દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ન્યાયિક કસ્ટડી 4 એપ્રિલ સુધી લંબાવી છે. અદાલતે નવાબ મલિકને ન્યાયિક કસ્ટડી દરમિયાન બેડ, ગાદલું અને ખુરશી પ્રદાન કરવાની પણ મંજૂરી આપી છે.
આ પણ વાંચો:25 માર્ચે યોગી આદિત્યનાથનો શપથ સમારોહ, અમિત શાહ 23 માર્ચે જશે લખનૌ
નવાબ મલિક હાલમાં મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કસ્ટડીમાં છે અને તેની કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP) મલિકના રાજીનામાની માંગ કરી રહી છે, તો બીજી તરફ NCPએ રાજીનામું ન આપવા કહ્યું.
ભાગેડુ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ સાથે કથિત રીતે જોડાયેલા પ્રોપર્ટી ડીલના સંબંધમાં મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ ED દ્વારા નવાબ મલિકની આ વર્ષે 23 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. મલિક હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. આ કેસ કથિત રીતે ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી સાથે મલિકના પ્રોપર્ટી ડીલ સાથે સંબંધિત છે.
બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો: નરેશ પટેલ આપમાં નહીં જોડાય?, છેલ્લી ઘડીએ સહમતિ ન થઇ હોવાનું કારણ
આ પણ વાંચો:ચીનમાં કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહેલું વિમાન ક્રેશ, 133 મુસાફરો હતા સવારના
