વાઘોડિયા,
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વસવેલ ગામની સીમમાં ગુરુવારની રાત્રીએ કેટલાક યુવકો દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારબાદ આ બાતમીના આધારે પોલીસે દારૂની મહેફિલમાં રેડ પાડી હતી અને ૧૪ જેટલા ખાનદાની નબીરાઓને ઝડપી પાડ્યા હતા.
આ દરમિયાન તેઓની લક્ઝુરિયસ ગાડીઓ સહિત વિદેશી શરાબનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જો કે આ ૧૪ નબીરાઓમાં પૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપના નગરસેવક યોગેશ પટેલ (મુક્તિ)ના પુત્ર દક્ષિત પટેલનો પણ સમાવેશ થાય છે, જેને લઈને વડોદરાના ભાજપ સંગઠનમાં ગરમાવો આવી ગયો હતો.