મંત્રી પર આક્ષેપ/ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મારી પત્ની સાથે બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું છે : પૂર્વ સરપંચના આક્ષેપ

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વિરુધ્ધ મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ગંભીર આક્ષેપ કર્યા છે

Top Stories Gujarat
Untitled.png 1233eswed 2 કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે મારી પત્ની સાથે બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું છે : પૂર્વ સરપંચના આક્ષેપ
  • રાજ્યના કેબિનેટ મંત્રી સામે ગંભીર આરોપ
    મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સામે આરોપ
    હલદરવાસના પૂર્વ સરપંચનો આક્ષેપ
    બળાત્કાર ગુજારી પત્નીનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ
    પૂર્વ સરપંચે ખેડા એસપી કચેરીએ કરી અરજી

ભાજપના મંત્રી ઉપર એક સરપંચ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. અને વિવાદમાં આવ્યા છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વિરુધ્ધ મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના પૂર્વ સરપંચે ગંભીર આક્ષેપ કર્યા છે. હલદરવાસના સરપંચના આક્ષેપ મુજબ અર્જુનસિંહ ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે તેમણે હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરીને તેમની પત્ની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે તેમણે ખેડા જિલ્લા એસ.પી. કચેરી પર જઈને અરજી આપી છે.

હલદરવાસના સરપંચએ ખેડા જિલ્લા એસ.પી. કચેરી પર આપેલી અરજી અનુસાર મંત્રી જ્યારે ધારાસભ્ય હતા ત્યારે તેમણે પોતાના હોદ્દાનો તેમની પત્ની ના સંપર્ક માં આવ્યા હતા. અને બાદમાં અર્જુનસિહે સરપંચની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવી પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. જે બાદ તેનું શારીરિક શોષણ કરી, બીજા પાસે મોકલીને પણ શોષણ કરાવડાવ્યું હતુ. અને ગમે તે બહાને જુદા જુદા સ્થળે બોલાવી તેણીનું શારીરિક શોષણ કરતા હતા. જો કે હાલમાં મંત્રીના ભયના કારણે તેમની પત્ની ઘર છોડીને જતી રહી છે, હોવાનો પૂર્વ સરપંચનો આક્ષેપ છે. વધુમાં ફરિયાદીના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં દોઢ મહિના સુધી સરપંચની પત્નીને પોતાની તાબાની જગ્યામાં ગોંધી રાખ્યાનો પણ આરોપ મૂક્યો છે.

ફરિયાદીના જણાવ્યા અનુસાર 2016 થી 2021 સુધી સતત પાંચ વર્ષ સુધી અર્જુન સિંહે તેમની પત્નીનું શારીરિક શોષણ કર્યું હતું. અને જો કે હવે અર્જુનસિંહ કેબિનેટ મંત્રી બની ગયા હોવાથી તેમની પત્ની પોલીસમાં ફરિયાદ કરવાને બદલે ડરીને ઘર છોડી પુના બાજુના ગામમાં જતી રહી હોવાનું અરજદારે ફરિયાદમાં જણાવ્યુ છે. તો સાથે અર્જુનસિંહે આ બાબતે મૌન રહેવા માટે ધમકી પણ આપી હતી. અને સાથે જણાવ્યુ હતું કે જો વાત બહાર જશે તો તારા ફેમિલીને પૂરું કરાવી દઈશ. સાથે  સરપંચે પોતાની અને પોતાના પરિવાર પર જોખમ હોવાની  આજીજી સાથે આશંકા વ્યક્ત કરી હતી.

ગુજરાત / PM મોદી આજે આવશે ગુજરાત, મિલ્ક પાવડર પ્લાન્ટ સહિત અનેક પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન