દરોડા/ ચિરિપાલ ગ્રુપ પાસેથી 800 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા,25 કરોડ રોકડા,20 લોકર સીઝ

આયકર વિભાગે ચિરિરાલ ગ્રુપના 45થી વધુ સ્થળો પર એક અઠવાડિયા પહેલા દરોડા પાડ્યા હતા,આ રેડ પાડવા 150થી વધુ કર્મચારીઓ સામેલ થયા હતા,

Top Stories Gujarat
3 84 ચિરિપાલ ગ્રુપ પાસેથી 800 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા,25 કરોડ રોકડા,20 લોકર સીઝ

આયકર વિભાગે ચિરિરાલ ગ્રુપના 45થી વધુ સ્થળો પર એક અઠવાડિયા પહેલા દરોડા પાડ્યા હતા,આ રેડ પાડવા 150થી વધુ કર્મચારીઓ સામેલ થયા હતા, આ દરોડામાં  800 કરોડના   બેનામી વ્યવહાર મળી આવ્યા છે. સર્ચ દરમિયા અત્યાર સુધી 25 કરોડ રોકડા તેમજ 15 કરોડની જ્વલેરી મળી આવ્યા છે. આ સિવાય 20 બેન્ક લોકર પણ મળ્યા છે. સાથે સાથે મોટાપ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે એક દિવસ ચાલેલી  તપાસ દરમિયાન  અધિકારીઓએ ફેકટરી, બંગ્લોઝ, ઓફિસ અને કર્મચારીઓના કેટલાંક ઠેકાણે પણ તપાસ કરી હતી. જેમાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટ, માલનો સ્ટોક વગેરે મળી આવ્યા હતા જેનું સતત એક અઠવાડિયા સુધી સ્કેનિંગ ચાલ્યું હતું. ઓફિસના કમ્પ્યૂટર, લેપટોપ વગેેેરે પણ સ્કેન કરાયા હતા. જેના આધારે અધિકારીઓએ રૂપિયા 800 કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢયા હતા.ગ્રુપના રીઅલ એસ્ટેટના રોકાણો પણ બિનહિસાબી મળી હતા.આમાં રોકોણ કોનાના નામથી કરવામાં આવ્યા છે, અને તેોની તપાસ હાથ ધરવામાં આવી છે.20 લોકર સિઝ કરાયા હતા જે હવે 2-3 દિવસમાં ઓપરેટ કરાશે. અત્યાર સુધી રોકડ અ્ને જ્વેલરી મળી કુલ 40 કરોડની મત્તા સીઝ કરાઈ છે