Not Set/ કોરોનાની વેક્સીન જોઈએ છે તો તમારી પાસે હોવું જોઈએ આ કાર્ડ, નહીં તો…

ભારતમાં કોરોના વાયરસની મહામારીએ મોટો કહેર મચાવી દીધો છે. માર્ચ મહિનાથી લઇ અત્યારસુધીમાં દેશમાં ૭૫ લાખ ની ઉપર કોરોના કેસો નોંધાયા છે અને ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી કોરોનાથી ચેપગ્રસ્ત દેશ છે.

Gujarat Others
a 118 કોરોનાની વેક્સીન જોઈએ છે તો તમારી પાસે હોવું જોઈએ આ કાર્ડ, નહીં તો...

ભારતમાં કોરોના વાયરસની મહામારીએ મોટો કહેર મચાવી દીધો છે. માર્ચ મહિનાથી લઇ અત્યારસુધીમાં દેશમાં ૭૫ લાખ ની ઉપર કોરોના કેસો નોંધાયા છે અને ભારત દુનિયાનો બીજા નંબરનો સૌથી કોરોનાથી ચેપગ્રસ્ત દેશ છે.

બીજી તરફ આ વાયરસને અટકાવવા માટે દુનિયામાં કોરોનાની વેકસીનના ટ્રાયલ ચાલી રહ્યા છે, પરંતુ આ રસી ક્યારે આવશે તેનું કોઈ નક્કી નથી. ત્યારે આ સમયમાં ભારત સરકારે ગુજરાત સહિત દેશના દરેક રાજ્યોના ડૉક્ટરો સહિત પેરામેડિકલ સ્ટાફ અને હેલ્થ વર્કર્સનો ડેટા મંગાવ્યો છે.

આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી 18 પેજની ગાઈડલાઈન રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે. જેના આધારે આધાર કાર્ડ વિના કોઈને પણ આ વૅક્સીન નહીં આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મોદી સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન પર કામ કરી રહેલા તમામ લોકોને કોરોના વૅક્સીનનો ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,

બીજી તરફ કેન્દ્ર સરકારના આદેશ બાદ રાજ્ય સરકારે પણ અમદાવાદ સહિત રાજ્યની તમામ મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં કામ કરી રહેલા ડૉક્ટર્સ, નર્સ સહિત અન્ય હેલ્થ સેક્ટરમાં કામ કરી રહેલા વિદ્યાર્થીઓ અને હૉસ્પિટલોમાં કામ કરનારા સપોર્ટિંગ સ્ટાફનો ડેટા તૈયાર કરવા માટે કહ્યું છે. આ ડેટા આગામી બે દિવસ એટલે કે 25 ઓક્ટોબર સુધી કેન્દ્ર સરકારને મોકલવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.