Bollywood/ આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના ઘરે ટૂંક સમયમાં નાનો મહેમાન આવશે, ફોટો શેર કર્યો ..

શ્વેતાએ બેબી બમ્પને ફ્લોન્ટકર્યો આદિત્યએ તેના મેટરનિટી શૂટની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેની પત્ની ક્રોપ ટોપમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. 

Entertainment
Untitled 76 17 આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલના ઘરે ટૂંક સમયમાં નાનો મહેમાન આવશે, ફોટો શેર કર્યો ..

આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ કપલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને ચાહકોને ખુશખબર આપી છે. આદિત્યએ સોશિયલ મીડિયા પર લખ્યું, શ્વેતા અને હું તમારા બધાના આશીર્વાદ સાથે ખૂબ જ જલ્દી અમારા પ્રથમ બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએફોટામાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. 

શ્વેતાએ બેબી બમ્પને ફ્લોન્કર્યો આદિત્યએ તેના મેટરનિટી શૂટની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેની પત્ની ક્રોપ ટોપમાં બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. 

આ પણ  વાંચો:અમદાવાદ / ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેસ લીકેજ બાદ ઘરમાં લાગી આગ, 3 વર્ષના બાળકનું મોત

આદિત્ય અને શ્વેતાએ ફિલ્મ શપિત માં સાથે કામ કર્યું હતું. અહીંથી બંને નજીક આવ્યા. આદિત્ય અને શ્વેતાએ લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા, ત્યારબાદ તેઓ 1 ડિસેમ્બર 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાયા. બંનેએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં પરિવાર અને કેટલાક નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા હતા. બંને તેમના લગ્ન અને રિસેપ્શનમાં ખૂબ જ ખુશ દેખાતા હતા. 

આપને જણાવી દઈએ કે કોવિડ 19 મહામારીને જોતા લગ્નમાં માત્ર 50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નના બીજા દિવસે એટલે કે 2 ડિસેમ્બરના રોજ લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું, જેમાં બંનેના પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. 

આ પણ  વાંચો:કચ્છ અકસ્માત /  ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના કરૂણ મોત