Not Set/ જાણો, આ તારીખે સોનમ કપૂર બંધાશે લગ્નના તાંતણે

મુંબઈ બોલીવુડની સ્ટાર સોનમ કપૂર લગ્નના બંધનમાં બંધવા જઈ રહી છે. અનુષ્કા શર્મા પછી હવે સોનમ પણ મે મહિનાના પોતાના ફ્રેન્ડ આંનદ આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે સોનમ અને આંનદ આહુજા ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને હવે બન્ને 11 અને 12 મેના રોજ જિનેવામાં લગ્ન […]

Entertainment
sonam જાણો, આ તારીખે સોનમ કપૂર બંધાશે લગ્નના તાંતણે

મુંબઈ

બોલીવુડની સ્ટાર સોનમ કપૂર લગ્નના બંધનમાં બંધવા જઈ રહી છે. અનુષ્કા શર્મા પછી હવે સોનમ પણ મે મહિનાના પોતાના ફ્રેન્ડ આંનદ આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે.

મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે સોનમ અને આંનદ આહુજા ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને હવે બન્ને 11 અને 12 મેના રોજ જિનેવામાં લગ્ન કરવાના છે. સોનમ કપૂર જયારે પણ તેના રિલેશનશિપ પૂછવામાં આવે છે ત્યારે તે ચુપ રહી જાય છે.

ઉલ્લેખનીય છે કે સોનમના પરિવારજનોએ  આ લગ્નમાં જવા માટે પ્લેનની ટીકીટો પણ બુક કરવાની શરૂ  કરી દીધી છે. સોનમના પિતા અનીલ કપૂરે તો વ્યક્તિગત રીતે લોકોને આ લગ્ન માટે આમંત્રણ પણ આપવાનું ચાલુ કરી દીધું છે.

મહત્વનું છે કે હાલ સોનમ તેની ફિલ્મ ‘વીરે દી વેડિંગ‘માં  વ્યસ્ત છે અને બોલીવુડમાં આ અભિનેત્રીએ ઘણી સુપરહીટ ફિલ્મો પણ આપી છે.

તમને જણાવી દઈએ કે સોનમ કપૂરની મોટી મમ્મી એટલે કે બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીનું નિધનના કારણે સોનમ તેના લગ્નની તારીખ પાછળ ખેચવાની હતી પરંતુ હવે જાણવા મળ્યું છે કે  સોનમ મે મહિનામાં જ તેના ફ્રેન્ડ આંનદ આહુજા સાથે લગ્ન કરશે.