Not Set/ બોલીવૂડ/ આવી ગયું હની સિંહનું ધમાકેદાર સોંગ ‘ઠુમકા’, રીલીઝ થાત જ થયું વાયરલ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જ્હોન અબ્રાહમ આજકાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પાગલપંતી’માં વ્યસ્ત છે.આ દરમિયાન શનિવારે ફિલ્મનું એક ધમાકેદાર ગીત ‘ઠુમકા’ રીલીઝ થયું છે, જેને હની સિંહે ગાયું છે. હની સિંહના અવાજમાં આ ગીત લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે, થોડા જ કલાકો પહેલા ટી-સિરીઝ દ્વારા અપલોડ કરવામાં આવેલું આ ગીત આજ સુધીમાં 3 લાખથી વધુ […]

Entertainment
maya a 10 બોલીવૂડ/ આવી ગયું હની સિંહનું ધમાકેદાર સોંગ 'ઠુમકા', રીલીઝ થાત જ થયું વાયરલ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા જ્હોન અબ્રાહમ આજકાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પાગલપંતી’માં વ્યસ્ત છે.આ દરમિયાન શનિવારે ફિલ્મનું એક ધમાકેદાર ગીત ‘ઠુમકા’ રીલીઝ થયું છે, જેને હની સિંહે ગાયું છે. હની સિંહના અવાજમાં આ ગીત લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે, થોડા જ કલાકો પહેલા ટી-સિરીઝ દ્વારા અપલોડ કરવામાં આવેલું આ ગીત આજ સુધીમાં 3 લાખથી વધુ જોવા મળ્યું છે. આ ગીતમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ જોવા મળી છે.

આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત અનિલ કપૂર, ઇલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખારબંડા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા પણ મહત્વની ભૂમિકામાં છે. ‘પાગલપંતી’ આ વર્ષે 22 નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે.

કોમેડીનો બાદશાહ ગણાતા અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તેના ટ્રેલર દ્વારા લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે. ટ્રેલર જોઇને ધારી શકાય છે કે આ ફિલ્મ જોરદાર મનોરંજન આપશે. આપને યાદ હશે કે આ પહેલા પણ અનીસ બઝમીના નિર્દેશનમાં બોલિવૂડમાં ઘણી સુપરહિટ કોમિક ફિલ્મો મળી છે. જેમાં નો એન્ટ્રી, વેલકમ, સિંહ ઇઝ કિંગ, રેડી જેવી ફિલ્મ્સ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.