મુંબઈ
દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ શહેરમાં ૩૦ હજારથી પણ વધુ ખેડૂતોએ પોતાની માંગને પૂરી કરવા માટે ખેતર છોડીને રસ્તા પર આવી ગયા છે. મુંબઈથી આશરે ૧૫૦ કિમી દૂર નાસિકથી મુંબઈ સુધી રેલી નીકાળીને વિરોધ ચાલુ કર્યો હતો. છેલ્લાં પાંચ દિવસથી મહારાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી અનેક કિલોમીટર કાપીને ખેડુતો સોમવારે વહેલી સવારથી મુંબઇ એકઠાં થયાં હતા. હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને પણ ધ્યાનમાં રાખીને મુંબઇના રસ્તાઓ પર અનેક પોલીસકર્મીઓને તૈનાત કરાયા છે.
ખેડૂતોના વિરોધની વચ્ચે બોલીવુડના એક્ટર એ પણ પ્રતિભાવ આપ્યો છે.
એક્ટર રીતેશ દેશમુખ અને કૃણાલ ખેમુએ ખેડૂતોને લઈને ટ્વીટ કર્યું છે.જેમાં રીતેશએ તસ્વીર પોસ્ટ કરીને લખ્યું છે કે ૫૦ હજાર ખેડૂતો ૧૮૦ કિમી સુધી ચાલ્યા છે. તેઓએ એસએસસી બોર્ડની પરીક્ષા પર તેમના આંદોલનની કોઈ અસર ન પડે એટલે રાત્રે ચાલ્યા છે.
તો બીજી બાજુ કૃણાલ ખેમુએ ટ્વીટ કરીને કહ્યું કે હું ખેડૂતોની પરિસ્થિતિ સાંભળીને ખુબ ઈમોશનલ થઇ ગયો છુ. પગમાં ચંપલ પહેર્યા વગર, સતત પાંચ દિવસ ચાલવું જોડે તેમની મૂળભૂત આવશ્યકતા સંતોષવા માટે તેઓ ખુબ શાંત અને ધૈર્ય સાથે આગળ વધી રહ્યા છે. હું ઉમ્મીદ કરું છુ કે તેમની સમસ્યાનો રસ્તો નીકળે અને તેમની અગ્નિપરીક્ષાનો અંત આવે –જય કિશાન.
તમને જવાવી દઈએ કે આ આંદોલનને લઈને મહારાષ્ટ્ર માં રાજનીતિ ખુબ ગરમાયું છે તો બીજી તરફ પોલીસ પણ ટેન્શનમાં છે. આ આંદોલન માટે ૪૫ હજાર જેટલા પોલીસ કર્મચારીને ઉપસ્થિત રાખ્યા છે. ઉપરાંત એસઆરપી અને રેપીડ એક્શન ફોર્સને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે.હાલ આ રેલી આઝાદ મેદાન સુધી પહોચી ગઈ છે અને પોલીસ એવા પ્રયત્નો કરી રહ્યું છે કે આ રેલીને વિધાનસભાના ૨ કિલોમીટર પહેલા જ રોકી દેવામાં આવે.